મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીના વાવડી રોડે ક્રિષ્ના પાર્ક શેરી નં-2 માં જાહેરમાં જુગાર રમતા 6 મહિલા સહિત કુલ 10 પકડાયા


SHARE







મોરબીના વાવડી રોડે ક્રિષ્ના પાર્ક શેરી નં-2 માં જાહેરમાં જુગાર રમતા 6 મહિલા સહિત કુલ 10 પકડાયા

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ક્રિષ્ના પાર્ક શેરી નં-2 માં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા 6 મહિલા સહિત કુલ 10 વ્યક્તિઓ મળી આવ્યા હતા જેથી પોલીસે 28,100 ની રોકડ કબ્જે કરીને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના વાવડી રોડે આવેલ ક્રિષ્ના પાર્ક શેરી નં-2 માં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા રજાકભાઈ ગુલામભાઈ ચાનિયા (45)  રહે. વાવડી રોડ રવિ પાર્ક મોરબી, સોનલબેન કાંતિલાલ સોમૈયા (45) રહે. હાઉસિંગ બોર્ડ રામેશ્વર મંદિર પાસે મોરબી, સમાબેન સફીભાઇ જિંદાણી (42) રહે. વાવડી રોડ ક્રિષ્ના પાર્ક શેરી નં-4 મોરબી, ઈકબાલભાઈ ગફારભાઈ હડફા (51) રહે. ગીતાનગર પડધરી, રાજેશભાઈ સરજુદાસ નીંબાર્ક (43) રહે. ક્રિષ્ના પાર્ક-2 મોરબી, મીનાબેન કાનજીભાઈ ખટાણા (38) રહે. શ્રી હરિ સોસાયટી મોરબી, સબાનાબેન ઈકબાલભાઈ હડફા (41) રહે. ગીતાનગર પડધરી, જયેશભાઈ જયંતીલાલ બસિયા (37) રહે. નાની વાવડી, કલ્પનાબેન અંબારામભાઈ ગોપાણી (55) રહે. શ્રીહરી સોસાયટી નાની વાવડી, અને પારુલબેન લલીતભાઈ સોલંકી (38) રહે. ગીતાનગર પડધરી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેઓની પાસેથી 28,100 ની રોકડ કબજે કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.






Latest News