મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીના હાઉસિંગ બોર્ડમાં ઘરમાંથી દારૂની 6 બોટલ સાથે આરોપીની ધરપકડ


SHARE







મોરબીના હાઉસિંગ બોર્ડમાં ઘરમાંથી દારૂની 6 બોટલ સાથે આરોપીની ધરપકડ

મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રામેશ્વર મંદિર પાસે રહેતા શખ્સનાં ઘરમાં દારૂનો જથ્થો હોવાની સ્થાનિક પોલીસને હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની છ બોટલો મળી આવતા પોલીસે 16,360 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મહારાણા પ્રતાપ સર્કલ પાસે આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રામેશ્વર મંદિર પાસે આવેલ મકાન નંબર-35 માં રહેતા હિતેન્દ્રસિંહ જાડેજાના ઘરે દારૂનો જથ્થો હોવા અંગેની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ મળીને 6 બોટલો મળી આવી હતી જેથી પોલીસે 16,360 રૂપિયાની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી હિતેન્દ્રસિંહ ઇન્દ્રસિંહ જાડેજા (51) રહે. ગુજરાત હાઉસિંગ બોર્ડ મકાન નંબર-35 વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મારામારીમાં ઇજા

મહેન્દ્રનગર ગામે રહેતા કોમલબેન સંજયભાઈ વીજા (33) નામની મહિલાને ઘરે મારામારીના બનાવમાં ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે મારામારીના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મહિલા સારવારમાં

રાજકોટમાં આરટીઓ પાછળ આવેલ માલધારી સોસાયટીમાં રહેતા વાલીબેન ચંદુભાઈ સોલંકી (40) નામના મહિલા મોરબી તાલુકાના મોડપર ગામ પાસેથી બોલેરોમાં બેસીને પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર તે બોલેરો ગાડીમાંથી નીચે પડી જતા તેમને ઇજા થઈ હતી જેથી સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News