મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

માળીયા (મી)ના જાજાસર નજીક આરબ સોલ્ટ પાસેથી 14,500 લિટર શંકાસ્પદ પેટ્રોલિયમનો જથ્થો પકડાયો: 14.15 લાખનો મુદામાલ કબ્જે


SHARE







માળીયા (મી)ના જાજાસર નજીક આરબ સોલ્ટ પાસેથી 14,500 લિટર શંકાસ્પદ પેટ્રોલિયમનો જથ્થો પકડાયો: 14.15 લાખનો મુદામાલ કબ્જે

માળીયા (મી)ના જાજાસર ગામની સીમમાં આવેલ આરબ સોલ્ટ નામના મીઠાના કારખાના પાસેથી બોલેરો ગાડી શંકાસ્પદ હાલતમાં પસાર થઈ હતી ત્યારે તેને સ્થાનિક પોલીસ દ્વારા રોકવામાં આવી હતી અને તેને ચેક કરવામાં આવતા તેમાં ઇન્ડસ્ટ્રીયલ ઓઇલના નામે ભડતા પેટ્રોલિયમ પ્રોડક્ટનો સંગ્રહ કરીને લઈ જતા હોવાનું સામે આવ્યું હતું તેમજ બીજા બે ટાંકામાંથી પણ પેટ્રોલિયમ પ્રોડક્ટ મળી આવી હતી જેથી પોલીસે કુલ મળીને 14,500 લિટર પેટ્રોલિયમ પ્રોડક્ટ, લોખંડની બે ટાંકા અને બોલેરો ગાડી આમ કુલ મળીને 14.15 લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને હાલમાં એક આરોપીની ધરપકડ કરી તેની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી જિલ્લાના માળિયા તાલુકા વિસ્તારની અંદર અગાઉ એસએમસીની ટીમે ડીઝલ ચોરીનો પર્દાફાશ કર્યો હતો અને આ તાલુકામાં કેમિકલ અને ડિઝલની ચોરી સહિતની ગુનાહિત પ્રવૃતિઓ અનેક વખત સામે આવેલ છે તેવામાં માળિયા તાલુકા પોલીસની ટીમ જાજાસર ગામની સીમમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે પી.બી. જાડેજા અને રાયમલભાઈને મળેલ ખાનગી હકીકત આધારે જાજાસર ગામની સીમમાં આવેલ આરબ સોલ્ટ પાસેથી બોલેરો ગાડી શંકાસ્પદ રીતે પસાર થઈ રહી હતી તેને રોકીને પોલીસે ચેક કરતાં તેમાંથી 1000 લિટર પેટ્રોલિયમ પ્રોડક્ટનો જથ્થો મળી આવેલ હતો અને તે વેચાણ અર્થે લઈ જતાં હતા જો કે, બોલેરો ગાડીના ચાલક પાસે ગાડીમાં ભરેલ પેટ્રોલિયમ પ્રોડક્ટની હેરાફેરી માટેનું લાયસન્સ કે પરમિટ ન હતી અને વધુ પૂછપરછ કરવામાં આવતા તેણે જણાવ્યું હતું કે વધુ પેટ્રોલિયમ પ્રોડક્ટનો જથ્થો આરબ સોલ્ટ પાસેના બે લોખંડના ટાંકાની અંદર સંગ્રહ કરેલ છે જેથી તે જગ્યાએ જઈને ચેક કરવામાં આવતા સ્થળ ઉપરથી 13,500 લિટર પેટ્રોલિયમ પ્રોડક્ટનો જથ્થો મળી આવ્યો છે જેથી પોલીસે કુલ મળીને 14,500 લીટર પેટ્રોલિયમ પ્રોડક્ટનો જથ્થો જેની કિંમત 10.15 લાખ, 2 લાખ રૂપિયાની કિંમતની બોલેરો ગાડી તથા 2 લાખ રૂપિયાની કિંમતના લોખંડના બે ટાંકા આમ કુલ મળીને 14.15 લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને બોલેરો ગાડીના ચાલક અશોકકુમાર છોટુરામ ચૌધરી (39) સુપરવાઇઝર, આરબ સોલ્ટ જાજાસર વાળાને પકડીને માળિયા તાલુકા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ કામગીરી ડીવાયએસપી સમીર સારડાના માર્ગદર્શન હેઠળ માળિયાના પીઆઈ આર.સી.ગોહિલની સૂચના મુજબ પી.બી. જાડેજા, જયપાલસિંહ ઝાલા, રવિભાઈ મિયાત્રા, રાયમલભાઈ સીયા, બીપીનભાઈ પરમાર, હરપાલસિંહ રાજપુત તથા મનસુખભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી હતી






Latest News