મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબી નજીક આરટીઓ સામે રોંગ સાઈડમાં આવેલ બાઇક કાર સાથે અથડાતા દંપતિ ખંડિત: આધેડનું મોત


SHARE







મોરબી નજીક આરટીઓ સામે રોંગ સાઈડમાં આવેલ બાઇક કાર સાથે અથડાતા દંપતિ ખંડિત: આધેડનું મોત

મોરબીના વજેપર વિસ્તારમાં રહેતા આધેડ તેઓના પત્ની સાથે બાઈક ઉપર મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ આરટીઓ ઓફિસ સામે રોંગ સાઈડમાં પસાર થઈ રહ્યા હતા ત્યારે સામેથી આવી રહેલ બ્રેઝા કાર સાથે તેઓનું બાઈક અથડાયું હતું જેથી અકસ્માત થયો હતો જે બનાવમાં દંપતીને ઇજા થયેલ હતી અને સારવાર દરમિયાન આધેડનું મોત નીપજયું હતું જે બનાવમાં મૃતકના પત્નીની ફરિયાદ લઈને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી વજેપર શેરી નંબર-9 માં રહેતા ગીતાબેન વાલજીભાઈ ચાવડા (50)એ તેમના પતિ મૃતક વાલજીભાઈ રણછોડભાઈ ચાવડા (57) ની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, તેઓ પોતાના પતિના બાઈક નંબર જીજે 3 ડીઇ 1952 માં મોરબી વાંકાનેર હાઈવે રોડ ઉપર આરટીઓ ઓફિસની સામેના ભાગમાં વાંકાનેર તરફ જવાના રસ્તા ઉપર રોંગ સાઈડમાં જઈ રહ્યા હતા દરમિયાન સામેથી આવી રહેલ બ્રેઝા કાર નંબર જીજે 18 ડીએચ 0008 ની સામે ફરિયાદીના પતિબાઇક અથડાવ્યૂ હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ફરિયાદીને નાના મોટી ઈજાઓ થઈ હતી તેમજ તેના પતિને જમણા પગમાં ગંભીર ઇજા થયેલ હોવાથી તેને સારવારમાં ખસેડાયા હતા અને ચાલુ સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું જેથી અકસ્માતના આ બનાવ સંદર્ભે મૃતક આધેડના પત્નીની ફરિયાદ લઈને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

જાહેરનામાનો ભાંગ

હળવદ તાલુકાના સુસાવાવ ગામની સીમ આવેલ વાડીએ કામ કરતાં શ્રમિકોની માહિતી પોલીસને આપવામાં આવી ન હતી અને તેના આઈડી પ્રૂફ લેવામાં આવ્યા ન હતા તેમજ મોરબી એસયોર્ડ એપ્લિકેશનમાં માહિતી રજીસ્ટર કરેલ ન હતી જેથી પ્રકાશભાઈ ઘોઘાભાઇ શીપરા (31) રહે. નવા સુંદરગઢ તાલુકો હળવદ વાળા સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News