મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીના બેલા ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં નિંદ્રાધીન અવસ્થામાં વૃદ્ધનું મોત


SHARE







મોરબીના બેલા ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં નિંદ્રાધીન અવસ્થામાં વૃદ્ધનું મોત

મોરબીના બેલા ગામની સીમમાં આવેલ સિરામિક કારખાનામાં રહેતા વૃદ્ધ લેબર કવાર્ટરમાં સુતા હતા ત્યારબાદ તે ઉઠ્યા ન હતા જેથી તેઓનું કોઈ કારણોસર મોત નીપજયું હતું માટે તેના મૃતદેહને સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની મૃતક આધેડના પત્નીએ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ ઓરિસ્સાના રહેવાસી અને હાલમાં મોરબીના બેલા ગામ પાસે આવેલ ઇટાલેક સિરામિક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા ગોપાલ મન્નો મરંદી (56) નામના વૃદ્ધ લેબર ક્વાર્ટરમાં સૂતા હતા ત્યારબાદ તે ઉઠ્યા ન હતા અને તેઓનું કોઈ કારણોસર મોત નીપજ્યું હતું જેથી તેમના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મૃતક વૃદ્ધના પત્ની તુસી ગોપાલભાઈ મરંદી (50) રહે. હાલ ઇટાલેક સિરામિક કારખાનાના લેબર કવાર્ટરમાં મૂળ રહે. ઓરિસ્સા વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News