મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

વાંકાનેરમાં રાષ્ટ્રીય સ્વંયમ સેવક સંઘ દ્વારા શ્રી રામ બાલ સંસ્કાર કેન્દ્રનો શુભારંભ


SHARE







વાંકાનેરમાં રાષ્ટ્રીય સ્વંયમ સેવક સંઘ દ્વારા શ્રી રામ બાલ સંસ્કાર કેન્દ્રનો શુભારંભ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત સેવા ભારતી ગુજરાત સંલગ્ન ડો. હેડગેવાર સ્મારક સમિતિ ટ્રસ્ટ મોરબી દ્વારા વાંકાનેર જીનપરા વસ્તીમાં મોરબી જિલ્લાનાં 16 માં "શ્રી રામ બાલ સંસ્કાર કેન્દ્ર" નો વિધિવત પ્રારંભ કરવામાં આવેલ છે અને સેવા વિભાગનાં ચાર આયામોમાંથી એક શિક્ષણ આયામ દ્વારા ઉપેક્ષિત વિસ્તારોમાં વિવિધ સ્તરે બાળકો માટે બાલ સંસ્કાર,પાઠદાન કેન્દ્ર, વાંચનાલય, જોલા પુસ્તકાલય, ચલાવવામાં આવે છે. અહીં કેન્દ્રમાં બાળકો સહાયક શિક્ષણની સાથે શારીરિક, બૌધિક, સામાજિક કુશળતાઓ પ્રાપ્ત કરી એક આદર્શ નાગરિક બનીને ઉભરે એ હેતુ રહેલો હોય છે. કેન્દ્રોનાં સંચાલક બહેનો નું દર માસે બેઠક દ્વારા પ્રશિક્ષણ થાય છે. કાર્યક્રમમાં વાંકાનેર જોગજતિ ઉપનગર સેવા પ્રમુખ સુંદરભાઈ નાવાણી, શિક્ષા સંયોજક  લલિતભાઈ પાન્ડેજી તથા જિલ્લા સેવા પ્રમુખ  લાલજીભાઈ કુનપરા ઉપસ્થિત રહ્યાં હતા અને કેન્દ્રનું સંચાલન વિધિબેન પ્રવિણભાઇ ધરજીયા કરશે.






Latest News