મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

ટંકારા તાલુકામાં હોટલમાં રેડ બાદ થયેલ 51 લાખના તોડ કાંડમાં પકડાયેલ હેડ કોન્સ્ટેબલના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર: પીઆઇ હજુ પોલીસ પકડથી દૂર


SHARE







ટંકારા તાલુકામાં હોટલમાં રેડ બાદ થયેલ 51 લાખના તોડ કાંડમાં પકડાયેલ હેડ કોન્સ્ટેબલના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર: પીઆઇ હજુ પોલીસ પકડથી દૂર

મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં જુગારની રેડ કરી હતી અને જુગાર રમતા પકડાયેલ વ્યક્તિઓ પાસેથી તોડ કરવામાં આવ્યો હતો જેથી ટંકારા તત્કાલિન પીઆઇ અને હેડ કોન્સ્ટેબલ સામે ગુનો નોંધાયો હતો જે ગુનામાં બંને ફરાર હતા જોકે હેડ કોન્સ્ટેબલ પોલીસ સમક્ષ હાજર થયો હતો જેથી તેની ધરપકડ કરીને રિમાન્ડની માંગણી સાથે મોરબી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ૩ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

મોરબી જીલ્લાના ટંકારા તાલુકામાં વીરપર ગામ પાસે આવેલ કમ્ફર્ટ હોટલમાં જુગાર રેડ  કરવામાં આવી હતી અને જે તે સમયે ૧૨ લાખની રોકડ અને બે કાર મળીને ૬૩.૧૫ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો અને રેડ બાદ જુગાર રમતા પકડાયેલા શખ્સોના મોબાઇલ કબ્જે ન લેવા, નામ ખોટા લખવા અને પત્રકારોને માહિતી ન આપવા માટે તોડ કરવામાં આવ્યો હતો..! જેની તપાસ એસએમસીને સોંપવામાં આવી હતી અને ત્યાર બાદ ટંકારા પોલીસ સ્ટેશને ટંકારા પોલીસ સ્ટેશનના પ્રથમ પીઆઇ યુવરાજસિંહ ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકી સામે ગુનો નોંધાયો હતો.જે ગુનામાં બન્ને આરોપી નાસતા ફરતા હતા.જેથી કોર્ટ દ્વારા બંન્નેને ફરારી જાહેર કરવામાં આવ્યા હતા.ત્યાર બાદ હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકી તપાસનીસ અધિકીરી લિંબડીના ડીવાયએસપી વિશાલ રબારી સામે હાજર થતાં તેની ધરપકડ કરવામાં આવી હતી અને ગુરૂવારે રીમાન્ડની માંગણી સાથે તે હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહને મોરબીની ડિસ્ટ્રીકટ સેશન્સ કોર્ટેમાં સાત દિવસાના રીમાન્ડની માંગણી સાથે રજૂ કરવામાં આવતા કોર્ટે તેના ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ મંજુર કર્યા છે.આ ગુનામાં હજુ પણ ટંકારાના તત્કાલીન પીઆઈ યુવરાજસિંહ ગોહિલ ફરાર છે.જેને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે અને રિમાન્ડ દરમ્યાન જેતે સમયે જુગાર રમતા પકડાયેલા જુગારીઓ સાથે થયેલ નાણાકીય વ્યવહાર સહિતની બાબતોની તપાસ કરવામાં આવશે તેમ તપાસનીસ અધિકારી ડીવાયએસપી વિશાલ રબારીએ માહીતી આપતા જણાવ્યુ છે.






Latest News