મોરબી શહેરમાં આવેલ જીલ્લા પંચાયત હસ્તકની પ્રથામિક શાળાઓ મહાપાલીકા હસ્તક લેવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની માંગ મોરબી જુના અમરાપર શાળામાં વિધાર્થીઓને સરગવાના વૃક્ષો આપી શાળા પ્રવેશ આપ્યો મોરબીના પીપળી ગામે બે કલાકમાં 155 વૃક્ષોનું રોપણ કરાયું મોરબીમાં પીજીવીસીએલ દ્વારા સલામતી સપ્તાહની ઉજવણી કરાશે માળિયા (મી)માં ધો. ૯ ના વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રશ્ન બાબતે પાલિકા પ્રમુખની રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ફ્લાયઓવર બ્રિજની કામગીરીની મુલાકાત લેતા કલેક્ટર સ્વપ્નિલ ખરે જો 48 કલાકમાં મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો નિર્ણય ન આવે તો આંદરણા ગ્રામ પંચાયતની બોડી મૂકશે સામૂહિક રાજીનામુ ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ
Breaking news
Morbi Today

વાંકાનેરના રંગપર ગામે ઘરમાં ઢોર બાંધવાની જગ્યામાં બનાવેલ ગુપ્ત ખાનામાંથી 80 બોટલ દારૂ-140 લિટર દેશી દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ


SHARE









વાંકાનેરના રંગપર ગામે ઘરમાં ઢોર બાંધવાની જગ્યામાં બનાવેલ ગુપ્ત ખાનામાંથી 80 બોટલ દારૂ-140 લિટર દેશી દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ

વાંકાનેરના રંગપર ગામે રહેતા શખ્સના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાં ઢોર બાંધવા માટે બનાવવામાં આવેલ એક ઢાળિયામાં સૂકી નીરણ નીચેથી દેશી દારૂ અને ગુપ્ત ખાણમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવેલ હતો જેથી પોલીસે 80 બોટલ દારૂ તથા 140 લીટર દેશી દારૂ આમ કુલ મળીને 1,31,800 ની કિંમતનો મુદામાલ કબજે કર્યો હતો જોકે, રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોવાથી તેની સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે રંગપર ગામે રહેતા ભીખુભાઈ દાદભાઈ તકમરીયાના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની ચોક્કસ બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘરની અંદર ફળિયામાં ઢોર બાંધવા માટે એક ઢાળિયામાં સુકી નીરણનો જથ્થો રાખવામાં આવ્યો હતો તેની નીચેના ભાગમાં ચેક કર્યું હતું ત્યારે ત્યાંથી 140 લિટર દેશી દારૂ જેની કિંમત 28,000 અને ગમાણમાં બનાવવામાં આવેલ ગુપ્ત ખાનામાંથી દારૂની અલગ અલગ બ્રાન્ડની 80 બોટલો મળી આવતા 1,03,800 ની કિંમતનો વિદેશી દારૂ આમ કુલ મળીને 1,31,800 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો જો કે, પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોવાથી ભીખુભાઈ દાદભાઈ તકમરીયા સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વરલી જુગાર

મોરબી તાલુકાના ભડિયાદ ગામના ફાટક પાસે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હતા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી નારખાભાઈ ઇશાકભાઇ અકી (40) રહે લાલપર નવદીપ સ્કૂલની બાજુમાં મોરબી વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હતો જેથી તેની પાસેથી પોલીસે 720 ની રોકડ કબ્જે કરીને તેની ધરપકડ કરી હતી અને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બિયારનું એક ટીન

મોરબીના લાતી પ્લોટ શેરી નં-8 માં આવેલ ફર્નિચરના શોરૂમ પાસેથી એક શખ્સ પસાર થઈ રહ્યો હતો ત્યારે તેની પાસેથી બિયરનું એક ટીમળી આવ્યું હતું જેથી પોલીસે 100 રૂપિયાની કિંમતનો  બિયરનો જથ્થો કબ્જે કર્યો હતો અને આરોપી રફિકભાઈ નુરમહમદભાઈ જામ (32) રહે. લાતી પ્લોટ શેરી નં-8 જોન્સનગર મોરબી વાળાની ધરપકડ કરી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News