મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના તીથવા નજીક તળાવ પાસેથી યુવાનનું કોઈપણ કારણોસર મોત


SHARE







વાંકાનેરના તીથવા નજીક તળાવ પાસેથી યુવાનનું કોઈપણ કારણોસર મોત

વાંકાનેરના તીથવા ગામની સીમમાં આવેલ ગેબનશાપીરની દરગાહ સામે તળાવ પાસેથી યુવાન મૃત હાલતમાં મળી આવ્યો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યારબાદ હોસ્પિટલ મારફતે આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના તીથવા ગામની સીમમાં ગેબનશાહ પીરની દરગાહ સામે વડુસર તળાવ પાસે રહેતા પ્રકાશભાઈ લાખાભાઈ બાર (30) નામના યુવાનનું કોઈપણ કારણોસર વડુસર તળાવ પાસે મૃત્યુ નીપજ્યું હતું જેથી તેના મૃતદેને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતમાં ઇજા

મોરબી તાલુકાના ધરમપુર ગામે રહેતા મહેશભાઈ રઘુભાઈ (45) નામના યુવાનને ટિંબડી ગામના પાટીયા પાસે હતો ત્યારે ત્યાં વાહ અકસ્માતના બનાવમાં ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી

કુકર ફટયું

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ સોમનાથ પેપર મીલના લેબર કવાર્ટરમાં રહેતો નરેશભાઈ કેશુભાઈ વર્મા (22) નામનો યુવાન લેબર કવાર્ટરમાં હતો ત્યારે ત્યાં કુકર ફાટતાં દાજી ગયો હતો જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News