મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

વાંકાનેરના પ્રતાપગઢ નજીક પવનચક્કીમાં તોડફોડ કરીને 290 કિલો કોપર વાયરની ચોરી


SHARE











વાંકાનેરના પ્રતાપગઢ નજીક પવનચક્કીમાં તોડફોડ કરીને 290 કિલો કોપર વાયરની ચોરી

વાંકાનેરના પ્રતાપગઢ ગામની સીમમાં ભંગડાના તળાવ પાસે આવેલ આઈનોક્સ કંપનીની પીઆરટી-02 લોકેશનમાં આવેલ પવનચક્કીમાંથી કુલ મળીને 290 કિલો કોપર વાયર તથા અન્ય મુદ્દામાલ મળીને 65,000 ના માલની ચોરી કરે છે તથા પવનચક્કીમાં તોડફોડ કરીને નુકશાન કરેલ છે જેથી હાલમાં અજાણ્યા શખ્સની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરી અને તોડફોડની ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરે છે

જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર તાલુકાના પ્રતાપગઢ ગામે રહેતા યાકુભાઈ મહમદભાઈ શેરસીયા (43)એ હાલમાં અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, પ્રતાપગઢ ગામની સીમમાં ભંગડાના તળાવ પાસે આવેલ આઈનોક્સ કંપનીની પીઆરટી-02 લોકેશનમાં આવેલ પવનચક્કીમાં કોઈ અજાણ્યા શખ્સ દ્વારા પ્રવેશ કરવામાં આવ્યો હતો અને ત્યાં નકુચો તોડીને કન્વર્ટ કેબલમાંથી આશરે 250 કિલો કોપર બ્રાસ બાર તેમજ અર્થીંગનો કોપર કેબલ આશરે 110 મીટર અને અલગ અલગ સાઈઝના કોપર વાયર આમ કુલ મળીને 290 કિલો કોપર વાયર તથા આઇસોલેટર હેન્ડલ અને ટ્રાન્સફોર્મરની પાછળના ભાગમાં આવેલ કોપરની પટ્ટી મળીને 65,000 રૂપિયાની કિંમતના મુદ્દામાલની ચોરી કરેલ છે. તથા પવનચક્કીની પેનલમાં તોડફોડ કરીને 5,000 રૂપિયાનું નુકસાન કર્યું છે જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે ચોરીનો ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News