મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીનીકોર્ટમાં ચાલી ગયેલ ચેક રિટર્નના કેસમાં બે આરોપીને એક-એક વર્ષની સજા: બમણી રકમનો દંડ


SHARE







મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રિટર્નના કેસમાં બે આરોપીને એક-એક વર્ષની સજા: બમણી રકમનો દંડ

મોરબીની કોર્ટમાં ચેક રીટર્નનો કેસ ચાલી ગયો હતો જેમાં બે આરોપીને કોર્ટે એક-એક વર્ષની સજા તેમજ ચેકની રકમની બમણી રકમનો દંડ કર્યો છે. તેમજ ફરિયાદીએ કેસ દાખલ કર્યો ત્યાંથી લઈને ચુકવણી તારીખ સુધીનું 9 ટકા વ્યાજ સાથે રકમ આપવા માટે કોર્ટે હુકમ કર્યો છે.

કેસની વકીલ પાસેથી મળેલ વિગત મુજબ ફરીયાદી મનીષભાઇ કેશવજીભાઇ હરણીયાએ આરોપી ડેલ્ટા પ્રોજેક્ટના ભાગીદાર આનંદ કણસાગરા અને સુમીત કરશનભાઇ ભીમાણી રહે. બંને રાજકોટ વાળાની સામે મોરબીની કોર્ટમાં ફોજદારી કેસ નં. 7263/2022 થી ચેક રીટર્નની ફરીયાદ કરી હતી જે મોરબીના ત્રીજા એડી.ચીફ જ્યુડી.મેજીસ્ટ્રેટ ડી.કે.ચંદનાની સાહેબની કોર્ટમાં કેસ ચાલી ગયો હતો જેમાં ફરીયાદીના એડવોકેટ ગૌતમ વરીયાએ કરેલ ધારદાર દલીલને ધ્યાને લઈને  નેગોશીએબલના કાયદાની જોગવાઇઓના આધારે ત્રીજા એડી.ચીફ જ્યુડી.મેજીસ્ટ્રેટ ડી.કે.ચંદના સાહેબે આરોપી ડેલ્ટા પ્રોજેક્ટના ભાગીદાર આરોપી આનંદ કણસાગરા અને  સુમીત કરશનભાઇ ભીમાણીને તકસીરવાન ઠરાવી બંને આરોપીને એક એક વર્ષની સાદી કેદની સજા અને ચેકની રકમ રૂપીયા 3,00,000 ના ડબલ 6,00,000 રૂપીયાનો દંડ તથા તે દંડની રકમમાથી ફરીયાદીને ચેકની રકમ ફરીયાદ દાખલ કર્યા તારીખથી ચુકવણી તારીખ સુધીનું 9 ટકા વ્યાજ સાથે વળતર ચૂકવવા હુકમ ફરમાવેલ છે. વધુમાં વકીલે માહિતી આપતા જણાવ્યુ હતું કે, આરોપ કોર્ટમાં હાજર રહેલ ન હોય તેની સામે સજા વોરંટ કાઢવાનો હુકમ કરવામાં આવેલ છે. આમ કોર્ટ સમક્ષ ચેક રીટર્નના કેસમાં આરોપી મુદતે હાજર રહેતા ના હોય અને કોર્ટમાં સમાધાન પુરસીસ આપી ફરી જતાં હોય તેવા આરોપીઓ માટે ચેતવણીરૂપ લાલબતી સમાન ચુકાદો આપેલ મોરબીની કોર્ટે આપેલ છે અને આ કેસમાં ફરિયાદી તરફે વકીલ તરીકે ગૌતમભાઈ વરીયા તથા બી.કે.ભટ્ટ રોકાયેલ હતા






Latest News