મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા મિશન નવ ભારતના મહામંત્રીના જન્મ દિવસ નિમિતે યુદ્ધની સ્થિતિને ધ્યાને રાખીને રક્તદાન કેમ્પ યોજાયો


SHARE







મોરબી જિલ્લા મિશન નવ ભારતના મહામંત્રીના જન્મ દિવસ નિમિતે યુદ્ધની સ્થિતિને ધ્યાને રાખીને રક્તદાન કેમ્પ યોજાયો

મોરબી જિલ્લા મિશન નવ ભારતના જિલ્લાના મહામંત્રી ધર્મેન્દ્રભાઈ શુકલના જન્મ દિવસ નિમિતે મોરબીના શનાળા રોડે આવેલ સંસ્કારધામ ઈમેજિન સેન્ટર ખાતે યુધ્ધની પરિસ્થિતિને ધ્યાને રાખીને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, જિલ્લા ભાજપના પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા, મોરબી શહેર ભાજપના પ્રમુખ રિશિપભાઇ કૈલા, મહામંત્રી ભાવેશભાઈ કાંઝારીયા તેમજ ભૂપતભાઇ જારીયા, મોરબી જિલ્લા મિશન નવ ભારતના પ્રમુખ રામભાઈ જીલરીયા,  મિશન નવ ભારત ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ભાનુભાઈ મેર, ગુજરાત યુવા પ્રદેશ પ્રમુખ પ્રથમભાઈ કાંતિભાઈ અમૃતિયા, સ્મિતભાઈ દેસાઇ અને મહેશભાઇ કટેશિયા સહિતના હોદેદારો તેમજ ભાજપના આગેવાનો, હોદેદારો અને મોરબી પાલિકના માજી સભ્યો સહિતના લોકો હાજર રહ્યા હતા અને આ કેમ્પમાં કુલ મળીને 125 રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું.આ તકે મોરબી શહેર ભાજપ મહામંત્રી ભુપતભાઈ જારીયાએ તેમના પુત્ર સાથે રક્તદાન કર્યું હતું.






Latest News