મોરબી વોર્ડ નં. 9 માં મહાપાલિકાના કોર્પોરેટર ભગવતીબેન કુંડારિયા દ્વારા નાના વેપારીઓને છત્રીનું વિતરણ કરાયું મોરબીમાં ૧.૯૮ લાખના મુદામાલની ચોરીમાં વધુ એકની ધરપકડ મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટી બની સહારો, લકવાગ્રસ્ત બહેનને વ્હીલ ચેરની ભેટ મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ
Breaking news
Morbi Today

વાંકાનેર: વૃદ્ધના બેન્ક એકાઉન્ટમાંથી જુદાજુદા બે UPI ના ધારક દ્વારા 77,728 રૂપિયાનું સાઈબર ફ્રોડ


SHARE













વાંકાનેર: વૃદ્ધના બેન્ક એકાઉન્ટમાંથી જુદાજુદા બે UPI ના ધારક દ્વારા 77,728 રૂપિયાનું સાઈબર ફ્રોડ

વાંકાનેર તાલુકાના જાલી ગામની સીમમાં રહેતા વૃદ્ધના બેન્ક એકાઉન્ટમાંથી કોઈપણ રીતે ઓનલાઇન ફ્રોડ કરીને જુદાજુદા બે યુપીઆઈ નંબરનો ઉપયોગ કરનારા અજાણ્યા શખ્સ દ્વારા બે વખત રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું હતું અને વૃદ્ધના ખાતામાંથી 77,728 રૂપિયાની છેતરપિંડી કરવામાં આવેલ છે. જેથી સાઈબર ફ્રોડમાં ભોગ બનેલા વૃદ્ધની ફરિયાદ લઈને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર નજીકના જાલી ગામની સીમમાં પલાસડીના માર્ગે રહેતા હૈદરઅલી આહમદભાઈ કટીયા (70)એ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જુદાજુદા બે યુપીઆઈ નંબર UPI/507602917384/DR/ DHAMJI/R અને UPI/507602917565/DR/DHAMJI/R ના ધારકની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેઓએ જણાવ્યુ છેકે, ગત તા.17/ 3 ના રાત્રિના 8:30 વાગ્યાના અરસામાં જુદા જુદા બે યુપીઆઈ નંબરોનો ઉપયોગ કરનારા દ્વારા તેની સાથે ઓનલાઇન ફ્રોડ કરવામાં આવ્યું છે અને ફરિયાદીના બેન્ક ઓફ ઇન્ડિયાના એકાઉન્ટમાંથી પ્રથમ 48,808 તથા બીજી વખત 28,920 આમ કુલ મળીને 77,728 રૂપિયા ઓનલાઈન ફ્રોડ કરીને કાઢી લેવામાં આવેલ છે આમ વૃદ્ધની સાથે છેતરપિંડી કરી સાઈબર ફ્રોડ કરવામાં આવ્યું છે જેથી તેઓને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બીએનએસની કલમ 318 તથા આઈ.ટી એક્ટની કલમ 66 (સી) મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ ગુનાની તપાસ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના પીઆઇ એચ.એ. જાડેજા ચલાવી રહ્યા છે.






Latest News