મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીના બીલીયા ગામ સીમમાંથી જામગીરી બંદુક સાથે એક શખ્સ પકડાયો


SHARE











મોરબીના બીલીયા ગામ સીમમાંથી જામગીરી બંદુક સાથે એક શખ્સ પકડાયો

મોરબીના બીલીયા ગામ સીમમાંથી પસાર થતાં શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની  પાસેથી દેશી બનાવટની જામગીરી બંદુક સાથે મળી આવેલ હતો જેથી તેની સામે તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધીને આગળની કાર્યાવાહી કરેલ છે.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.કે.ચારેલની સુચના તેમજ માર્ગદર્શન અનુસાર સ્ટાફ કામ કરી રહ્યો છે તેવામાં ભગીરથભાઇ લોખીલ તથા મહેન્દ્રસિંહ ચુડાસમાને સંયુકત રાહે બાતમી મળી હતી કે, મોરબીના બીલીયા ગામની સીમમાં સુરેશભાઇ રામજીભાઇ પટેલની વાડી પાસે એક શખ્સ પસાર થઈ રહ્યો હતો તેને પોલીસે ચેક કરતાં તેની પાસેથી દેશી હાથ બનાવટની બંદુક મળી આવી હતી જેથી પોલીસે 2000 રૂપિયાની કિંમતના હથિયાર સાથે આરોપી જલાઉદીનભાઇ ઉર્ફે અલાઉદીન હારૂનભાઇ કાજેડીયા (65) રહે. કારજડા તાલુકો માળીયા મીયાણા વાળાની ધરપકડ કરેલ હતી અને તેની સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એકટ હેઠળ ગુનો નોંધવામાં આવેલ છે.






Latest News