હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના વીરપર-ભીમગુડા રોડે દેશી દારૂની બે ભઠ્ઠી ઉપર રેડ: 3300 લિટર આથો અને 170 લીટર દેશી દારૂ કબજે કરતી પોલીસ


SHARE











વાંકાનેરના વીરપર-ભીમગુડા રોડે દેશી દારૂની બે ભઠ્ઠી ઉપર રેડ: 3300 લિટર આથો અને 170 લીટર દેશી દારૂ કબજે કરતી પોલીસ

વાંકાનેર તાલુકાના વીરપરથી ભીમગુડા ગામ તરફ જવાના રસ્તા ઉપર જુદી જુદી બે જગ્યાદેશી દારૂની ભઠ્ઠી ચાલુ હતી ત્યારે પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 3300 લિટર આથો અને 170 લીટર તૈયાર દેશી દારૂ સહિતનો મુદામાલ સ્થળ ઉપરથી મળી આવ્યો હતો જેથી પોલીસે મુદ્દામાલને કબજે કર્યો હતો અને સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે દારૂના જુદા જુદા બે ગુના નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના વીરપરથી ભીમગુડા ગામ તરફ જવાના રસ્તા ઉપર ગણેશભાઈ ની વાડી નજીક પાણીના ખાડા પાસે ખરાબાની જગ્યામાં દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 1,100 લીટર આથો તથા 80 લીટર તૈયાર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો તેમજ ભઠ્ઠીના સાધનો મળીને પોલીસે 49,200 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ સ્થળ ઉપરથી કબજે કર્યો હતો અને આરોપી રાજેશભાઈ દિનેશભાઈ ડાંગરોચા (20) રહે. વીરપર તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરી હતી અને તેદારૂની બીજી રેડ આ જ વિસ્તારમાં કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 2,100 લિટર દેશી દારૂનો આથો તથા 90 લિટર તૈયાર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો અને અન્ય ભઠ્ઠીના સાધનો મળીને પોલીસે 75,450 રૂપિયાની કિંમતનો મુદામાલ કબજે કર્યો હતો જોકે રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હતો અને આ દેશી દારૂની ભઠ્ઠી મહાદેવભાઇ દેવશીભાઈ કોળી રહે. વીરપર તાલુકો વાંકાનેર વાળાની હોવાનું સામે આવ્યું હતું જેથી મહાદેવભાઇ કોળી તથા અન્ય એક અજાણ્યો શખ્સ આમ કુલ મળીને બે શખ્સોની સામે ગુનો નોંધી પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બે બોટલ દારૂ

માળીયા મીયાણાના વાડા વિસ્તારમાં જુના રેલ્વે સ્ટેશન જવાના રસ્તા પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની બે બોટલો મળી આવી હતી જેથી પોલીસે 1,214 ની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આઓરપી સીરાજ કરીમભાઈ સંવાણી (21) રહે. વાડા વિસ્તાર જુના રેલવે સ્ટેશન માળિયા મીયાણા વાળાની ઘરપકડ કરી હતી અને માળીયા મીયાણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News