મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીમાં જમીનના કેસમાં કરવામાં આવેલ અપીલ ડિસ્ટ્રિક્ટ કોર્ટે કરી રદ


SHARE







મોરબીમાં જમીનના કેસમાં કરવામાં આવેલ અપીલ ડિસ્ટ્રિક્ટ કોર્ટે કરી રદ

મોરબીમાં જમીનનું બોગસ સોદાખત ઉભુ કરી આ બોગસ સોદાખતના આધારે સોદનો અમલ કરાવવા દાવો કરવામાં આવેલ હતો જે દાવો કોર્ટે કાઢી નાખેલ હતો ત્યાર બાદ વાદીએ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અપિલ કરી હતી જેની સામે પ્રતિવાદીના વકીલે કરેલ દલીલોને ધ્યાને લઈને કોર્ટે અપિલ પણ રદ કરી નાખેલ છે

મોરબીના વજેપર ના સર્વે નં.-૧૦૫૩ પૈકીની ખેતીની જમીન હે.આરે.ચો.મી.૯૧ પૈકી ની ૨૦% ની જમીન ભગવાનજી રામજીભાઈ ડાભી પાસેથી અશોકભાઈ રાજાભાઈ રાજપરાએ બોગસ સોદાખત ઉભુ કરી આ બોગસ સોદાખતના આધારે સોદનો અમલ કરાવવા મોરબીની કોર્ટમાં દી.કેશ.નં. ૬૦/૧૫ થી દાવો કરેલ હતો આ દાવો વાદી અશોકભાઈ રાજાભાઈ રાજપરાની બેદરકારીના કારણે દાવો કોર્ટે કાઢી નાખેલ (ડી.ડી.કરેલ) જેથી વાદીએ કોર્ટ સમક્ષ તે જ દાવો રીસ્ટોર કરવા માટે દિ.૫.અ.નં. ૩૪/૧૮ થી ફરી દાવો બોર્ડ પર લઈ ચલાવવા માટે અરજી કરેલ હતી પરંતુ તે અરજી પણ રદ કરેલ હતી જેની સામે અશોકભાઈ રાજાભાઈ રાજપરાએ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં દિ.૫.અપિલ નં.૦૭/૨૦૧૯ થી અપિલ દાખલ કરેલ હતી અને આ અપિલમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટ બન્ને પક્ષકારોની દલીલ સાંભળી એપેલેન્ટ પોતાનો દાવો રીસ્ટોર કરવાની અપિલ પુરવાર કરવામાં નિષ્ફળ જતા વાદી અશોકભાઈ રાજાભાઈ રાજપરાની અપિલ પણ રદ કરી નાખેલ છે અને ભગવાનજીભાઈ રામજીભાઈ ડાભી તેમજ અશોકભાઈ બાબુભાઈ ભિમાણી વિગેરે-૭ પ્રતિવાદીના વકીલ નિકુંજભાઈ પુનમચંદભાઈ કોટકની દલીલને ધ્યાને લઈ તેમની તરફેણમાં ચુકાદો આપેલ છે. આ કેસમાં પ્રતિવાદીના પક્ષે વકીલ નિકુંજભાઈ કોટક તથા હાર્દિકભાઈ ગોસ્વામી, હિરેનભાઈ ગોસ્વામી, વિશાલભાઈ ચાવડા, અશોકભાઈ દામાણી તથા કિશોરભાઈ સુરેલા રોકાયેલ હતા.






Latest News