મોરબી વોર્ડ નં. 9 માં મહાપાલિકાના કોર્પોરેટર ભગવતીબેન કુંડારિયા દ્વારા નાના વેપારીઓને છત્રીનું વિતરણ કરાયું મોરબીમાં ૧.૯૮ લાખના મુદામાલની ચોરીમાં વધુ એકની ધરપકડ મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટી બની સહારો, લકવાગ્રસ્ત બહેનને વ્હીલ ચેરની ભેટ મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ
Breaking news
Morbi Today

વાંકાનેરના ઢુવા નજીક કારખાનામાં છત ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત


SHARE













વાંકાનેરના ઢુવા નજીક કારખાનામાં છત ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત

વાંકાનેરના ઢુવા ગામ પાસે આવેલ વરમોરા ટાઇલ્સ નામના કારખાનામાં કામ કરતા સમયે છત ઉપરથી નીચે ટકાતા માથાના ભાગે તથા છાતીએ ગંભીર ઇજા થઈ હોવાથી યુવાનને તાત્કાલિક સારવાર માટે મોરબી અને ત્યાંથી રાજકોટ સુધી લઈ ગયા હતા જો કે, સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવેલ છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના અકાળા ગીરના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના ઢુવા ગામ પાસે આવેલ વરમોરા ટાઇલ્સ ખાતે રહેતા રણજીતભાઈ જયંતીભાઈ સોંદરવા (30) નામનો યુવાન ગત તા. 19/4 ના રોજ વરમોરા ટાઇલ્સ નામના કારખાનામાં કામ કરી રહ્યો હતો ત્યારે છત ઉપરથી નીચે ટકાતા તેને માથા અને છાતીના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી સારવાર માટે તેને પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી અકસ્મૃતના બનાવ સંદર્ભે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

છાતીમાં દુખાવો ઉપાડતાં સારવારમાં ખસેડાયેલા યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના મેસરીયા ગામ પાસે બસ સ્ટેશનની પાછળના ભાગમાં આવેલ મેનેક્સ કમ્પોઝાઈટ એલએલપી નામના કારખાનામાં રહેતા મૂળ યુપીના રહેવાસી શ્યામસિંગ રાજારામ યાદવ (40)ને ગત તા. 1/ 5/25 ના રોજ સવારે 11 વાગ્યાના અરસામાં છાતીમાં દુખાવો પડ્યો હતો જેથી તેને કુવાડવા પાસે હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News