મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી દારૂ ભરેલ ઈકો સાથે બે પકડાયા, બેની શોધખોળ: 2.80 લાખનો મુદામાલ કબજે


SHARE







વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી દારૂ ભરેલ ઈકો સાથે બે પકડાયા, બેની શોધખોળ: 2.80 લાખનો મુદામાલ કબજે

વાંકાનેર તાલુકાના ઠીકરીયાળા ગામની સીમમાંથી વાંકાનેર બાઉન્ડ્રી તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થતી ઈકો ગાડીને રોકીને પોલીસે ચેક કરી હતી ત્યારે ગાડીમાંથી 400 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવતા દારૂ અને કાર મળીને 2.80 લાખનો મુદ્દા માલ કબજે કર્યો હતો અને હાલમાં બે આરોપીઓની ધરપકડ કરેલ છે તેમજ દારૂ મોકલાવનાર અને મંગાવનારના નામ સામે આવેલ હોવાથી ચાર શખ્સોની સામે ગુનો નોંધવામાં આવ્યો છે

વાંકાનેર તાલુકા પોલીસની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વાંકાનેર તાલુકાના ઠીકરીયાળા ગામની સીમમાંથી વાંકાનેર બાઉન્ડ્રી ઓવરબ્રિજ ઉપર વાંકાનેર તરફ જવાના રસ્તા ઉપર થી ઇકો ગાડી નંબર જીજે 3 એચકે 1024 પસાર થઈ રહી હતી જેને પોલીસ દ્વારા રોકવામાં આવી હતી અને તે ગાડીને ચેક કરવામાં આવતા તે ગાડીમાંથી 400 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે 80,000 ની કિંમતનો દારૂ તથા 2,00,000 ની કિંમતની ગાડી આમ કુલ મળીને 2.80 લાખના મુદ્દામાલ સાથે રમેશભાઈ ઉર્ફે અટ્ટી ભીખાભાઈ બોકિયા (30) અને પ્રવીણભાઈ દેવાભાઈ ઉઘરેજા (32) રહે બંને ધારા ડુંગરી ગામ બાપાસીતારામની મઢુલી પાસે તાલુકો સાયલા વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન દારૂ મંગાવનાર તરીકે નરેશભાઈ પરસોત્તમભાઈ કોળી રહે. ત્રાજપર ખારી મોરબી અને દારૂનો જથ્થો આપનાર તરીકે રવિભાઈ ભુદરભાઈ કોળી રહે. નળખંભા તાલુકો થાન વાળાનું નામ સામે આવ્યું છે જેથી ચારેય શખ્સોની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને બાકીના બે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News