મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબી શહેર-તાલુકા અને હળવદમાં દારૂની ત્રણ રેડ: 21 બોટલ દારૂ-38 બિયરના ટીન સાથે ત્રણ આરોપીની ધરપકડ


SHARE













મોરબી શહેર-તાલુકા અને હળવદમાં દારૂની ત્રણ રેડ: 21 બોટલ દારૂ-38 બિયરના ટીન સાથે ત્રણ આરોપીની ધરપકડ

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ જીઆઇડીસીમાંથી પસાર થતી કારને રોકીને પોલીસે ચેક કરતા તે કારમાંથી 18 બોટલ દારૂ અને 36 બિયરના ટી મળી આવ્યા હતા જેથી પોલીસે દારૂ બિયર તથા કાર મળીને કુલ 1,13,500 નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ જીઆઇડીસી શેરી નં-2 માંથી કાર નંબર જીજે 3 સીઆર 4616 પસાર થઈ રહી હતી જે કારને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા કારમાંથી દારૂની 18 બોટલો તથા 36 બિયર ના ટીમ મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે 13,500 ની કિંમતનો દારૂ બિયરનો જથ્થો તેમજ 1 લાખ રૂપિયાની કિંમતની ગાડી આમ કુલ મળીને 1,13,500 ની કિંમતના મુદ્દામાલ સાથે મનીષ ઉર્ફે પેંગો જયકિશન અનાવડીયા (25) રહે. માર્કેટ યાર્ડમાં મોરબી મૂળ રહે. રતનપર મીલની ચાલી ખોજાના કબ્રસ્તાન પાસે શેરી નં-15 સુરેન્દ્રનગર વાળા ની ધરપકડ કરી હતી અને તેની સામે ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આ શખ્સ પાસેથી મળી આવેલ દારૂની બોટલો ક્યાંથી આવી હતી તે દિશામાં તપાસ શરૂ કરી છે.

દારૂ-બીયર ઝડપાયો

મોરબી તાલુકાના સાપર ગામની સીમમાં આવેલ સ્કાય ટચ કારખાનામાં મજુરની ઓરડી નં-2 માં દારૂનો જથ્થો હોવાની હકીકત આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની ત્રણ બોટલ અને બે બિયરના ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે કુલ મળીને 3,288 ની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો હતો અને આરોપી રાહુલભાઈ રમેશભાઈ મહાલીયા (24) રહે. સ્કાય ટચ સીરામીક લેબર ક્વાર્ટરમાં સાપર તાલુકો મોરબી મૂળ રહે. હેમંતપુરા તાલુકો પાટડી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે

બે બોટલ દારૂ

હળવદમાં સ્થા રોડ મેલડી માતાજીના મંદિર પાસેથી પસાર થઈ રહેલા શખ્સને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની બે બોટલો મળી આવી હતી જેથી પોલીસે 930 રૂપિયાની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી ખેમરાજ મન્નાલાલ ડાંગી (41) રહે. હાલ હળવદ મોરબી ચોકડી પાસે મૂળ રહે. ઉદયપુર રાજસ્થાન વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.






Latest News