મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

વાંકાનેરના વાલાસણ ગામની યુવતી ફિનાઇલની ગોળીઓ પી જતાં સારવારમાં


SHARE











વાંકાનેરના વાલાસણ ગામની યુવતી ફિનાઇલની ગોળીઓ પી જતાં સારવારમાં

વાંકાનેરના વાલાસણ ગામે રહેતા પરિવારની યુવતીએ કોઈ કરણસર પોતે પોતાની જાતે ફિનાઇલની ગોળીઓ પી ગઈ હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસ આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના વાલાસણ ગામે રહેતા કાદરભાઈ કડીવારની 26 વર્ષની દીકરી નસીરાબેનએ કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાની જાતે ઘરે હતી ત્યારે ફીનાઇલની ગોળીઓ પી લીધી હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ કર્યા બાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બનાવની જાણ કરવામાં આવી છે

ઝેરી દવા પી લેતા સારવારમાં

માળીયા મીયાણા તાલુકાના કાજરડા ગામે રહેતો ઈરફાન ઓસમાણભાઈ કાજેડીયા (22) નામનો યુવાન વાડીએ હતો ત્યારે ત્યાં ભૂલથી ઝેરી દવા પી જતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતમાં ઇજા

માળિયા (મી) તાલુકાના ન્યુ નવલખી ખાતે રહેતા સાહિલભાઈ સુભાષભાઈ પારેડી (28) નામનો યુવાન બાઇક લઈને રોડ ઉપરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ટ્રેલરના ચાલાકે તેના બાઇકને હડફેટે લેતા અકસ્માત થયો હતો અને તે બનાવમાં ઈજા પામેલા યુવાનને સારવારમાં ખસેડાયો હતો અને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News