મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

મોરબી : આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ-૨૦૨૫ની ઉજવણી અંતર્ગત ધાર્મિક સ્થળો પર વિશિષ્ટ સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું


SHARE











મોરબી : આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ-૨૦૨૫ની ઉજવણી અંતર્ગત ધાર્મિક સ્થળો પર વિશિષ્ટ સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું

વિશ્વભરમાં ઉજવાતા આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ ૨૦૨૫ના ઉપક્રમે સહકારની ભાવના વિકસાવવાના ઉદ્દેશ સાથે સહકાર વિભાગ દ્વારા રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ આજે ૧ મે, ૨૦૨૫ના રોજ, ગુજરાત સ્થાપના દિવસના પાવન અવસરે વિવિધ સહકારી સંસ્થાઓ, જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ - મોરબી, રાજકોટ ડિસ્ટ્રીક્ટ બેંક, મોરબી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી., મોરબી જિલ્લાની તમામ APMC અને પ્રાથમિક સેવા મંડળીઓના સહકારથી મોરબી જિલ્લાના ધાર્મિક સ્થળોએ વિશિષ્ટ સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું.આ અભિયાન અંતર્ગત તાલુકા જિલ્લાના વિવિધ ધાર્મિક સ્થાનોની સાફ-સફાઈના કાર્યક્રમો યોજાયા. ધાર્મિક સ્થળોની પવિત્રતા જાળવવા અને ઉદ્દેશ સ્વચ્છતા પ્રત્યે જનજાગૃતિ વધારવા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં વિવિધ સહકારી સંસ્થાઓના પદાધિકારીઓ, જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓના અધિકારી/કર્મચારીઓ તથા જિલ્લાના સ્થાનિક નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને ‘સ્વચ્છ ભારત’ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું લીધુ હતુ.






Latest News