મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીના ઘૂટું રોડે બાઈક સ્લીપ થતાં હેમરેજ થવાથી સારવારમાં ખસેડાયેલા આધેડનું મોત


SHARE







મોરબીના ઘૂટું રોડે બાઈક સ્લીપ થતાં હેમરેજ થવાથી સારવારમાં ખસેડાયેલા આધેડનું મોત

મોરબીના ઘૂટું રોડ ઉપરથી બાઈકમાં આધેડ પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઈક સ્લીપ થવાના કારણે તે રસ્તા ઉપર નીચે ટકાતા તેને માથામાં હેમરેથયું હતું જેથી ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા ત્યાં સારવાર દરમિયાન તે આધેડનું મોત નીપજ્યું છે જેથી આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રોયલ પાર્કમાં રહેતા જીતેશભાઈ અમુભાઈ મોટેરીયા (50) નામના આધેડ બાઈક ઉપર મોરબીના ઘુટુ રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર આઇટીઆઇથી આગળના ભાગમાં તેનું બાઈક સ્લીપ થયું હતું અને અકસ્માતનો બનાવ બનેલ હતો જે બનાવમાં જીતેશભાઈને માથાના ભાગે હેમરેજ જેવી ગંભીર ઇજા થયેલ હતી જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ જવામાં આવ્યા હતા જોકે, સારવાર કારગત ન નિવડતા જીતેશભાઈ મોટેરિયાનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ નંદરામભાઇ મેસવાણિયા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબીના રફાળેશ્વર ગામે રહેતા પ્રભુભાઈ ગાંડુભાઇ નંદેસરીયા (58) નામના વૃદ્ધને રેલવે ફાટક પાસે રોડ ઓળંગતા સમયે કોઈ અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો અને તે બનાવમાં ઈજા પામેલા વૃદ્ધને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે






Latest News