વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

માળિયા (મીં)ના ભાવપર ગામે ચક્કર આવતા મગફળીના મશીનમાં પડી જતા યુવાનનું મોત


SHARE







માળિયા (મીં)ના ભાવપર ગામે ચક્કર આવતા મગફળીના મશીનમાં પડી જતા યુવાનનું મોત

માળિયા તાલુકાના ભાવપર ગામે મગફળીના મશીન ઉપર યુવાન ઊભો હતો ત્યારે તેને ચક્કર આવતા તે મશીનમાં પડી ગયો હતો અને તેનું મૃત્યુ નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે માળીયા સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો અને બનાવની માળિયા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે માળિયા તાલુકાના ભાવપર ગામની સીમમાં મગફળીના મશીન ઉપર રાજુભાઈ માલાભાઈ મેડા જાતે આદિવાસી (ઉંમર ૧૮) ઉભો હતો ત્યારે તેને ચક્કર આવતા તે મશીનમાં પડી ગયો હતો અને મશીનમાં પડી જવાના કારણે તેનું મૃત્યુ નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે માળીયા સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ બનાવની માળિયા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરે છે.

ઊંઘની દવા પીધી

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ શ્યામ પાર્ક સોસાયટીની અંદર રહેતા જય રમેશભાઇ ટેશિયાના પત્ની અંજલીબેન (૨૮) સગર્ભા હોય તેઓની દવા ચાલી રહી છે તે દરમિયાન તેઓ ભૂલથી ઊંઘની દવા પી ગયા હતા જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે તેઓના પતિ જય કટેશીયા રાજકોટની સિનરજી હોસ્પિટલ ખાતે લઇને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને પરિણીતાનો લગ્નગાળો પાંચ વર્ષનો હોવાનું હાલમાં પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.




Latest News