ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં ચેક રિટર્નના કેસમાં વેપારીને એક વર્ષની સજા-બમણી રકમનો દંડ


SHARE







મોરબીમાં ચેક રિટર્નના કેસમાં વેપારીને એક વર્ષની સજા-બમણી રકમનો દંડ

મોરબીના કારખાનેદાર પાસેથી માલની ઉધારીમાં ખરીદ કરી હતી જેની સામે ચેક આપેલ હતો અને તે ચેક રિટર્ન થયો હતો જેથી મોરબીની કોર્ટમાં કેસ કરવામાં આવેલ હતી અને તે કેસમાં કોર્ટે ચેકની બમણી રકમનો દંડ અને એક વર્ષની સજા ફટકારેલ છે.

મોરબીમાં આવેલ પેરા સીરામીકના પ્રોપ્રાઈટર રૂપેશ કાંતીલાલ પનારા પાસેથી સેન્ટો સેનીટરીવેર્સના વેપારી રાજેન્દ્રભાઈ પ્રભુલાલ ભુવાએ માલની ઉધારીમાં ખરીદ કરી હતી. જેના ૧૫ લાખ રૂપિયા લેવાના હતા જેથી તેને પેરા સીરામીક નામનો ચેક તા.૨૦/૯/૨૦રરનો ઈસ્યુ કરેલ હતો. જે ચેક બેન્કમાં રજુ કરતા ફન્ડસ ઈનસફીસીયન્ટના શેરા સાથે ચેક પરત આવ્યો હતો જેથી કરીને ફરીયાદી રુપેશ કાંતીલાલ પનારાએ રાજેન્દ્રભાઈ પ્રભુલાલ પનારા સામે મોરબીની કોર્ટમાં  નેગો ઈ.એકટની કલમ ૧૩૮ મુજબની ફરીયાદ કરી હતી. તે કેસ ચાલી જતાં કોર્ટે ફરીયાદ પક્ષની કાયદાકીય અને ધારદાર દલીલો ધ્યાનમાં લઈને તહોમતદાર રાજેન્દ્રભાઈ પ્રભુલાલ ભુવાને એક વર્ષની સજા તેમજ ચેકની ડબલ રકમ ૩,૦૦,૦૦૦ નો દંડ અને તેમાથી ફરીયાદીને ચેકની રકમ અને ફરીયાદ દાખલ તારીખથી ચુકવણા તારીખ સુધીનુ ૯ ટકા વ્યાજ સહીત રકમ ચુકવવાનો હુકમ કરેલ છે. આ કેસમાં ફરીયાદ પક્ષ તરફથી મોરબીના વકીલ ભાવેશ ડી ફુલતરીયા અને રાજેશ જે. જોષી રોકાયેલા હતા.






Latest News