મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીમાં પોલીસ દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકર જન્મ જયંતિ નિમિતે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો


SHARE







મોરબીમાં પોલીસ દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકર જન્મ જયંતિ નિમિતે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો

મોરબીના પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન મુજબ મોરબી જિલ્લા પોલીસ દ્વારા સમગ્ર મોરબી જિલ્લામાં વસવાટ કરતા અનુસૂચિત જાતિ/ અનુસુચિત જનજાતિના ધોરણ ૧૦ કે તેથી વધુ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પોતાના આગળના આભ્યાસ માટે અને ભવિષ્યમાં ઉચ્ચ અભ્યાસ કરી સારી કારકિર્દીનું ઘડતર કરી શકે તેવા ઉદ્દેશ્ય સાથે રવિવારે સવારે સાડા દસ કલાકે એસપી કચેરી ખાતે "કારકિર્દી માર્ગદર્શન સેમિનાર" નુ આયોજન કરવામાં આવેલ હતુ. આ સેમિનારમાં સમગ્ર મોરબી જિલ્લામાંથી આશરે ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓ તથા વાલીઓ હાજર રહેલ હતા. જેઓને તજજ્ઞ રવિના બોરલે (આચાર્ય, જવાહર નવોદય વિદ્યાલય, મેરબી) ઘેરણ ૧૦ અને ધોરણ ૧૨ પછી આગળ શું અભ્યાસ કરી શકાય તે સહિતની જરૂરી માહિતી આપેલ હતી. ત્યારે ડીવાયએસપી પી.એ. ઝાલાવિદ્યાર્થીઓને કારકિર્દી ઘડતર માટે અને કેન્દ્ર અને રાજ્યની જાહેર સેવાઓ માટેની પરીક્ષાઓ અંગેનું માર્ગદર્શન આપ્યું હતું. તો ડીવાયએસપી વી.બી.દલવાડીવિદ્યાર્થીઓને કારકિર્દી ઘડતર માટે મુંજવતા પ્રશ્નો વિશે યોગ્ય માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત વિદ્યાર્થી અને વાલીઓ દ્વારા સેમિનારના આયોજન બદલ મોરબી જિલ્લા પોલીસ પ્રત્યે આભારની લાગણી વ્યકત કરવામાં આવેલ હતી.






Latest News