મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબીના માળીયમાં મોટા દહીસરા ગામે એલસીબીની રેડ : ૩૬ બોટલ દારૂ અને બીયરના ૧૬૬ ટીન જપ્ત, ત્રણ સામે નોંધાયો ગુનો


SHARE







મોરબીના માળીયમાં મોટા દહીસરા ગામે એલસીબીની રેડ : ૩૬ બોટલ દારૂ અને બીયરના ૧૬૬ ટીન જપ્ત, ત્રણ સામે નોંધાયો ગુનો

મોરબી જિલ્લા એલસીબીના સ્ટાફે માળીયા(મિં.)ના મોટા દહીંસરા ગામે મકાનની સામે આવેલા વાડામાં રેડ કરી હતી ત્યારે ત્યાથી ૩૬ બોટલ દારૂ અને ૧૬૬ બીયરના ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે દારૂ તેમજ બિયર સહિત ૧,૧૬,૨૨૦ લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો અને હાલા માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે

મોરબી એલસીબીના શકિતસિંહ ઝાલા તથા પૃથ્વીરાજસિંહ જાડેજાને બાતમી મળેલ કે માળીયા(મિં.) તાલુકાના મોટા દહીંસરા ગામે અજયસિંહ ભાવુભા જાડેજા, જલ્પેશ ઉર્ફે જપો વિનુભાઇ કંસારા મુળ રહે.મોટા દહીસરા વાળાએ એકસંપ કરીને મોટા દહીંસરા ગામે જાગનાથ મંદીર પાસે આવેલ જલ્પેશ ઉર્ફે જપો જયદિપ ઉર્ફે દીપક કરશનભાઇ કોઠીવાર રહે.મોટા દહીસરા વાળાના કબ્જા ભોગવટા વાળા ભાડાના મકાનમાં બુલેટ ઉપર ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા દેશી દારૂનો જથ્થો લઇ જઇ સંતાડી ઉતાર્યો છે અને તેનું વેચાણ કરે છે.

જેથી ત્યાં રેઇડ કરતા સ્થળ પરથી વ્હીસ્કીની ૩૬ બોટલો અને બીયરના ૧૬૬ ટીન અને ૪૫ લીટર દેશીદારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે દારૂ બીયર તેમજ બુલેટ નંબર જીજે ૩૬ કયુ ૦૦૪૯ કિંમત ૭૫,૦૦૦, વીવો કંપનીનો મોબાઇલ ફોન કિંમત ૫,૦૦૦ એમ કુલ મળીને રૂા.૧,૧૬,૨૨૦ નો મુદામાલ કબ્જે કર્યો છે અને આ જથ્થો સંગ્રહ કરના અજયસિંહ ભાવુભા જાડેજા રહે. મોટા દહીસરા, જલ્પેશ ઉર્ફે જપો વિનુભાઇ કંસારા મુળ રહે. મોટા દહીસરા હાલ રહે રણછોડનગર મોરબી તેમજ  જયદિપ ઉર્ફે દીપક કરશનભાઇ કોઠીવાર રહે. મોટા દહીસરા વાળાની સામે માળીયા પોલીસ મથકે ગુનો દાખલ કરીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે






Latest News