મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

મોરબીના સોખડા ગામ પાસે રોજડુ આડું ઉતરતા સર્જાયેલા અકસ્માતમાં ઇજા પામેલા વ્યક્તિનું મોત


SHARE











મોરબીના સોખડા ગામ પાસે રોજડુ આડું ઉતરતા સર્જાયેલા અકસ્માતમાં ઇજા પામેલા વ્યક્તિનું મોત

મોરબી તાલુકાનાં સોખડા ગામના પાટીયાથી સોખડા ગામ તરફ જતા રસ્ત ઉપરથી થોડા દિવસો પહેલા ડબલ સવારી બાઇક જતું હતું ત્યારે રસ્તા વચ્ચે રોજડુ આદું ઉતર્યું હતું જેથી કરીને અકસ્માત સર્જાયો હતો અને બાઈકમાં બેઠેલા બંને વ્યક્તિઓને નાના મોટી ઇજાઓ થઈ હતી અને ઇજા પામેલા ઍક યુવાનનું સારવારમાં મોત નીપજયું છે જેથી કરીને હલમ મૃતકના ભાઈએ બાઈકના ચાલકની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ  મોરબી તાલુકાનાં સોખડા ગામે રહેતા રઘુવીર ઉર્ફે રઘુભા નટુભા બળદા જાતે ગઢવી (ઉ.૪૨)એ હાલમાં મોટરસાઇકલ નં. જીજે ૩૬ એન ૩૮૯૧ ના ચાલક રવુભા દેવરાજભા બળદા રહે. સોખડા વાળાની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તા.૧૯/૧ ના સાંજના સાતેક વાગ્યાના અરસામાં આરોપી રવુભા દેવરાજભા બળદા  પોતાનું મોટરસાઇકલ લઈને ગામ તરફ જતાં હતા ત્યારે તેના બાઈકમાં ફરિયાદીના ભાઈ ભીખુભા નટુભા પણ બેઠેલા હતા અને ત્યારે આરોપીએ બેફીકરાઇથી પોતાનું વાહન ચલાવ્યું હતું અને રોડમા રોજડુ આડુ ઉતરતા મોટરસાઇકલ ઉપરથી આરોપીએ કાબુ ગુમાવ્યો હતો જેથી કરીને મોટરસાઇકલ સ્લીપ થઇ જતા બંનેને ઇજાઓ થઈ હતી જેમાં ફરિયાદીના ભાઈ ભીખુભા નટુભાને શરીરે વધુ ઇજા થઈ હતી જેથી તેને સારવારમાં ખસેડાયા હતા અને સારવાર દરમ્યાન ફરીયાદીના ભાઇનુ મોત નીપજયું છે જેથી કરીને પોલીસે ઇ.પી.કો કલમ- ૨૭૯૩૩૭૩૦૪(અ) તથા એમ.વી.એક્ટ- ૧૭૭૧૮૪ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે 






Latest News