મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ગ્રામ રક્ષક દળ અને સાગર રક્ષક દળમાં ભરતી માટે શારીરીક કસોટી યોજાશે


SHARE







મોરબી જીલ્લામાં ગ્રામ રક્ષક દળ અને સાગર રક્ષક દળમાં ભરતી માટે શારીરીક કસોટી યોજાશે

 મોરબી જિલ્લા ખાતે ગ્રામ રક્ષક દળ અને સાગર રક્ષક દળમાં માનદ સભ્યોની ખાલી -૪૪૬ જગ્યાઓ પર ભરતી કરવા માટે શારીરીક કસોટી અંગે જાહેરાત મોરબી જિલ્લામાં ગ્રામ રક્ષક દળ તથા સાગર રક્ષક દળમાં ખાલી રહેલ કુલ- ૪૪૬ માનદ સભ્યોની ભરતી કરવા માટે મળેલ ઉમેદવારી ફોર્મ મુજબના ઉમેદવારોની શારીરીક કસોટી તા.૨૭-૧૧ તથા તા .૨૮-૧૧ ના રોજ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ પરેડ ગ્રાઉન્ડ, ઠાકર લોજની બાજુમાં જેલ રોડ મોરબી ખાતે યોજવામાં આવશે.

જેથી ગ્રામ રક્ષક દળ તથા સાગર રક્ષક દળમાં ઉમેદવારી ફોર્મ ભરેલ ઉમેદવારોએ જે પોલીસ સ્ટેશન ખાતેથી ફોર્મ ભરેલ હોય તે પોલીસ સ્ટેશનના નામ સામે જણાવેલ તારીખ અને સમયે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ પરેડ ગ્રાઉન્ડ  ઠાકર લોજની બાજુમાં , જેલ રોડ , મોરબી ખાતે શારીરિક કસોટી માટે હાજર રહેવાનું રહેશે.તા.૨૭-૧૧  સમય સવારે ૮ કલાકે માળીયા (મીં ), સવારે - ૧૧:૩૦ કલાકે ટંકારા અને બપોરે ૪ કલાકે વાંકાનેર તાલુકાના તેમજ તા.૨૮-૧૧ સવારે ૮ કલાકે હળવદ તાલુકાના તેમજ બપોરે ૩ કલાકે મોરબી તાલુકાના ઉમેદવારોએ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન પરેડ ગ્રાઉન્ડ ઠાકર લોજની બાજુમાં જેલ રોડ મોરબી ખાતે હાજર રહેવું તેમ યાદીમાં જનાવાયેલ છે.






Latest News