મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી ઉમા વિદ્યા સંકુલમાં લાયન્સ કલબ ઓફ મોરબી સિટી દ્વારા ટીચર ટ્રેનિંગ વર્કશોપ યોજાયો


SHARE











મોરબી ઉમા વિદ્યા સંકુલમાં લાયન્સ કલબ ઓફ મોરબી સિટી દ્વારા ટીચર ટ્રેનિંગ વર્કશોપ યોજાયો

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ ઉમા વિદ્યા સંકુલ દ્વારા હર હંમેશા કંઈક નવું કરવાના હેતુથી શિક્ષણની સાથે વિદ્યાર્થીઓના અને ભારતના ભવિષ્યને ઉજળું બનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓના અનેક પ્રશ્નોનોને વાચા આપવા, ટીચરને બેસ્ટમાંથી વધુ બેસ્ટ બનાવવા, ભારતના ભવિષ્યનુ વધૂ સારુ ઘડતર કરવા અને શિક્ષણની દુનિયામાં કઈંક નવુ કરવાના હેતુથી લાયન્સ કલબ ઓફ મોરબી સિટી અને ઉમા વિદ્યા સંકુલ  દ્વારા ઉમા વિદ્યા સંકુલ ખાતે ટીચરો માટે બે દિવસીય ટીચર ટ્રેનિંગ વર્કશોપનુ આયોજન કરવામાં આવ્યું હતું આ તકે માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, લાયન્સ ક્લબના પ્રમુખ ત્રિભોવનભાઈ ફુલતરીયા, રીજીન ચેરપરસ રમેશભાઈ રૂપાલા, સેક્રેટરી કેશુભાઈ દેત્રોજા, ખજાનચી નાનજીભાઈ મોરડિયા, ઉમા વિદ્યા સંકુલના પ્રમુખ અશ્વિનભાઈ અઘારા, હિતેશભાઇ સોરિયા તેમજ લાયન્સ કલબ ઓફ મોરબી સિટીના સર્વે સભ્ય સહિતના હાજર રહ્યા હતા અને લાયન્સ ક્લબ ઇન્ટરનેશન દ્વારા પ્રમાણિત ઇન્ટરનેશનલ ટ્રેનર યોગેશભાઈ પોટા દ્વારા ટીચર ટ્રેનિંગ વર્કશોપમાં જોડાયેલ ટીચરોને ઇન્ટરનૅશનલ લેવલની ટ્રેનિંગ આપવામાં આવી હતી આ ટ્રેનિંગમા જોડાયેલા ૩૦ જેટલા શિક્ષકોને પ્રમાણપત્ર અને ગિફ્ટ આપી વિશિષ્ટ સન્માનિત કરવામાં આવ્યા હતા અને કાર્યક્રમનું સમગ્ર સંચાલન ઉમા વિદ્યા સંકુલના શિક્ષિકા જાવીયા ડેનિસાબેન, તેમજ ભેડા દક્ષાબેન દ્વારા કરવામાં આવ્યું હતું






Latest News