મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે
Breaking news
Morbi Today

વાંકાનેરમાં કોર્ટની લોબીમાં ઝઘડો-બખેડો કરનાર બે શખ્સ સામે ગુનો નોંધાયો


SHARE







વાંકાનેરમાં કોર્ટની લોબીમાં ઝઘડો-બખેડો કરનાર બે શખ્સ સામે ગુનો નોંધાયો

વાંકાનેરમાં આવેલ કોર્ટમાં બહાર લોબીમાં બે શખ્સ દ્વારા ઝઘડો કરીને કોર્ટની કાર્યવાહીમાં ખલેલ કરવામાં આવતી હતી અને બખેડો કરવામાં આવ્યો હતો જેથી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ગુનો નોંધીને પોલીસ આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેરમાં આવેલ કોર્ટમાં પહેલા માળે કોર્ટ રૂમની બહારના ભાગમાં લોબીમાં બહાદુરનાથ સુરમનાથ પરમાર (30) રહે. મોટા ભોજપરા વાદી વસાહત વાંકાનેર અને જોગનાથ દાદુનાથ બામણીયા (36) રહે. મોટા ભોજપરા વાદી વસાહત વાંકાનેર વાળા એકબીજા સાથે બોલાચાલી કરીને ઝઘડો કરતા હતા અને કોર્ટ કાર્યવાહીમાં ખલેલ કરતા હતા જેથી કરીને કોર્ટ બિલ્ડીંગની લોબીમાં બખેડો કરનારા આ બંને શખ્સની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ 194 (2) મુજબ ગુનો નોંધીને પોલીસે બંનેની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

કામ દરમિયાન ઈજા

વાંકાનેરમાં આવેલ નવાપરા વિસ્તારમાં હનુમાન મંદિર પાસે રહેતા ચેતનભાઇ રમેશભાઈ સાદરીયા નામનો ૨૯ વર્ષનો યુવાન બંધુનગર ગામે આવેલ સીતારામ પેકેજીંગમાં કામ કરતો હતો.તે દરમિયાન તેને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલએ લઇ જવાયો હતો.તેમજ મોરબીના બેલા ગામે રહેતા રમેશભાઈ મગનભાઈ અઘારા નામના ૫૨ વર્ષના આધેડ બાઈક લઈને જતા હતા તે સમયે પીપળી ગામ પાસે વાહન અસ્માત બનાવમાં ઇજા થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા.જ્યારે નવા જાંબુડીયા ગામે રહેતા મુન્નાભાઈ વીરજીભાઈ દલસાણીયા નામના ત્રીસ વર્ષીય યુવાનને નવા જાબુંડિયા ગામે આવેલ શોપિંગ સેન્ટર પાસે મારામારીના બનાવમાં ઈજા થતા સારવાર માટે સિવિલ લાવવામાં આવ્યો હતો.તેમ પોલીસ સુત્રોએ જણાવેલ છે.






Latest News