ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના પીપળી ગામે ઉગ્મેશ્વર મહાદેવ મંદિર ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખની હાજરીમાં ગર્ભ સંસ્કારનો કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબીના પીપળી ગામે ઉગ્મેશ્વર મહાદેવ મંદિર ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખની હાજરીમાં ગર્ભ સંસ્કારનો કાર્યક્રમ યોજાયો

અટલ સ્વાન્ત: સુખાય યોજના અંતર્ગત ગર્ભ સંસ્કાર એટલે આવનારા બાળકના ગુણોને પાયામાંથી શીખ અપાવી આપણા શાસ્ત્રોમાં ૧૬ સંસ્કારની વાત કરવામાં આવી છે, તેમાનો એક સંસ્કાર એટલે ગર્ભ સંસ્કારછે જેથી ડીડીઓ જે.એસ. પ્રજાપતી તેમજ ડેપ્યુટી ડીડીઓ એસ.સી. ભટ્ટના માર્ગદર્શન અંતર્ગત અટલ સ્વાન્ત: સુખાય યોજના અંતર્ગત પ્રોજેક્ટ અભિમન્યુ શરૂ કરવામાં આવેલ છે. અને તેના ભાગ રૂપે મોરબી ઘટક-૨ ના પીપળી ગામે ઉગ્મેશ્વર મહાદેવ મંદિર ખાતે ગર્ભ સંસ્કાર કાર્યક્રમનું આયોજન પ્રમુખ જિલ્લા પંચાયત મોરબીના હંસાબેન પારેઘીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવેલ હતું. જે ગર્ભ સંસ્કાર વિધીમાં ૧૯ સગર્ભા બહેનોએ ભાગ લીધેલ હતો અને આ કાર્યક્રમામાં જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘીમ ડીડીઓ જે.એસ. પ્રજાપતી, તાલુકા પંચાયતના પ્રમુખ અશોકભાઇ દેસાઇ, પીપળી ગ્રામ પંચાયતના સરપંચ ચેતનાબેન જેઠલોજા સહિતના હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં દાતા ચેતનાબેન જેઠલોજા, રમીલાબેન પારેઘી, ડાભી રાજુભાઇ, રમેશભાઇ, જીગ્નેશભાઇ કુબાવતએ  સગર્ભા બહેનો માટે પોષણ કીટ (ખજુર,સુખડી)નું વિતરણ કર્યું હતું.






Latest News