મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીથી ગાંધીનગર તરફ જવાના રસ્તા ઉપરથી સાત બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો


SHARE







મોરબીથી ગાંધીનગર તરફ જવાના રસ્તા ઉપરથી સાત બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો

મોરબી તાલુકાના મોટી વાવડી ગામેથી ગાંધીનગર ગામ તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થતા યુવાનને રોકીને પોલીસે તેની તલાસી લેતાં તેની પાસેથી દારૂની સાત બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૨૧૦૦ રૂપિયાની કિંમતનો દારૃ સાથે તેની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના મોટી વાવડી ગામથી ગાંધીનગર ગામ તરફ જવાના કાચા રસ્તા ઉપરથી પસાર થતા યુવાને રોકીને પોલીસે તેની તલાસી લેતાં તેની પાસેથી જુદી-જુદી બ્રાન્ડની કુલ મળીને સાત દારૂની બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૨૧૦૦ રૂપિયાની કિંમતના દારૂના જથ્થા સાથે હાલમાં મગન ઉર્ફે મગો અમરશીભાઇ કોળી (ઉંમર વર્ષ ૩૯) રહે. મોટી વાવડી વાળાની ધરપકડ કરી તેની પાસે દારૂની બોટલો ક્યાંથી આવી હતી અને કોને આપવા માટે જતો હતો તે દિશામાં હાલમાં પોલીસે તપાસ શરુ કરેલ છે. 

૧૬૫ લિટર દારૂ 

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં સોઓરડી નજીક આવેલ માળીયા વનાળિયા સોસાયટીમાં સોનલબેનના રહેણાક મકાનમાં પોલીસે દારુની રેડ કરી હતી ત્યારે તેના ઘરની અંદરથી ૧૬૫ લીટર દેશીદારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે ૩૩૦૦ રૂપિયાની કિંમતના દારૂના જથ્થાને કબજે કરેલ છે અને હાલમાં મોરબીના ઈનદીરાનગર મચ્છીની દુકાન નજીક રહેતા ઈદ્રીશભાઈ દાઉદભાઈ મોવર (૨૦)ની ધરપકડ કરી પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

 






Latest News