હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો મોરબીમાં ટાઇલ્સનો ધંધાર્થી યુવાન 1 લાખ રૂપિયા વ્યાજે રૂપિયા લઈને વ્યાજખોરના ચૂંગાલમાં ફસાયો: જાનથી મારી નાખવાની ધમકી હળવદના ચંદ્રગઢ ગામે ખેતરમાં ઈરાદપૂર્વક તોડી નાખેલા વીજપોલને રીપેર કરવા ગયેલા વીજ કંપનીના કર્મચારીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી વાંકાનેરમાં છોકરાની સાયકલ લેવા બાબતે મહિલાને ગાળો આપીને માર માર્યો: 5 મહિલ સહિત કુલ 6 સામે ફરિયાદ ટંકારાના હડમતીયા ગામ નજીક આવેલ કારખાનાના લેબર કવાર્ટરમાં નિંદ્રાધીન અવસ્થામાં યુવાનનું મોત મોરબીમાં દારૂની રેડ કરવા ગયેલ પોલીસને રોકડ મહિલાએ કર્યો આત્મ હત્યાનો પ્રયાસ !: ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ બે મહિલા સહિત 8 સામે ગુનો નોંધાયો જેને જે કરવુ હોય તે કરે, હું 1997 માં રાજ્યના મુખ્યમંત્રીને અડી ગયો હતો, મારી ટીમ અને વેપારીઓ મારી સાથે જ છે: મોરબીમાં રાજ્ય મંત્રી કાંતિભાઇ અમૃતિયાનો સીધો પ્રહાર મોરબી જિલ્લાના હોટલ માલિકોએ પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
Breaking news
Morbi Today

મોરબીના કંડલા બાયપાસ રોડે ડબલ સવારી બાઇકને ડમ્પર ચાલકે હડફેટે લેતા બે વ્યક્તિને ઇજા: ગુનો નોંધાયો


SHARE











મોરબીના કંડલા બાયપાસ રોડે ડબલ સવારી બાઇકને ડમ્પર ચાલકે હડફેટે લેતા બે વ્યક્તિને ઇજા: ગુનો નોંધાયો

મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર ધરમપુર સાદુળકા ગામની ચોકડી પાસેથી બાઇક લઇને પસાર થતાં બે વ્યક્તિઓના બાઇકને ડમ્પર ચાલકે અડફેટે લીધૂ હતું જેથી કરીને બંને વ્યક્તિઓને ઇજા થઇ હતી અને ડમ્પર ચાલક પોતાનું વાહન લઇને ઘટના સ્થળેથી નાસી છુટયો હતો માટે હાલમાં ડમ્પર ચાલકની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના વીસીપરા વિસ્તારની અંદર ફૂલછાબ કોલોની સરકારી સિડફાર્મ-૨ માં રહેતા અબ્બાસભાઇ જુસબભાઇ સંઘવાણી જાતે મિયાણા (ઉ.વ.૩૪) ધંધો ટ્રક ડ્રાઇવીંગ રહે.વિશીપરા ફુલછાબ કોલોની સરકારી વાડી મોરબી-૨ એ હાલમાં ડમ્પર નંબર જીજે ૨ ઝેડઝેડ ૭૫૪૧ ના ચાલકની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર ધરમપુર સાદુળકા ગામની ચોકડી પાસેથી અસ્લમભાઇ તજમામદભાઈ તેમજ ઈનુસભાઈ બાઇક નંબર જીજે ૩ ઇપી ૨૩૯૫ લઇને પસાર થઇ રહ્યા હતા ત્યારે ડમ્પર ચાલકે પોતાનું વાહન બેફીકરાઈથી ચલાવીને તેઓના બાઈકને હડફેટે લેતા અસ્લમભાઇને પગમાં તેમજ કાનના પડદામાં અને પેટના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી અને ઇનુસભાઈને પણ શરીરે નાના મોટી ઇજાઓ થઇ હોવાથી બંનેને સારવાર માટે લઈ ગયા હતા અને અકસ્માત સર્જીને આરોપી પોતાનું વાહન લઇને ઘટના સ્થળેથી નાસી છુટેલ હોય હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આ બનાવની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને ડમ્પર ચાલકને પકડવા માટેની તજવીજ શરૂ કરી છે.

અકસ્માત

વાંકાનેર નજીક આવેલ અમરસર ગામે રહેતા રોશનઅલીભાઈ મહમદભાઇ શેરસીયા (ઉંમર ૬૦) પોતાનું બાઇક નંબર જીજે ૩ એચજી ૧૪૫૦ લઈને અમર વાંકાનેર રોડ પરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે ડમ્પર નંબર જીજે ૧૩ એડબલ્યુ ૭૭૧૭ ના ચાલકે તેમને હડફેટે લીધા હતા જેથી કરીને તેઓને ડાબા પગે નાળાના ભાગે તેમજ ડાબા પગે સાથળના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી અને શરીરે નાનીમોટી ઇજાઓ થઇ હોવાથી તેઓને સારવાર માટે આવ્યા હતા અને અકસ્માત કરીને ડમ્પર ચાલકે પોતાનું વાહન સ્થળ ઉપર જ મૂકીને નાસી છૂટ્યો હતો જેથી કરીને હાલમાં ભોગ બનેલા વૃદ્ધે ડમ્પર ચાલકની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News