સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

ટંકારાના ઘુનડા (ખા) ગામે તળાવની પાળે ઝેરી દવા પીને વાઘગઢ ગામના યુવાને કર્યો આપઘાત


SHARE





ટંકારાના ઘુનડા (ખા) ગામે તળાવની પાળે ઝેરી દવા પીને વાઘગઢ ગામના યુવાને કર્યો આપઘાત

ટંકારા તાલુકાના ઘુનડા (ખા) ગામ હનુમાનજી વાળા તળાવની પાળે કોઈ કારણોસર યુવાને ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેનું મોત નીપજયું હતુ ત્યારબાદ તેના મૃતદેહને ટંકારાની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે ટંકારા તાલુકાના વાઘગઢ ગામે રહેતા મિલનભાઈ દિનેશભાઈ પરમાર (25) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાની જાતે ઝેરી દવા ટંકારા તાલુકાના ઘુનડા (ખા) ગામે હનુમાનજી વાળા તળાવની પાળ ઉપર પી લીધી હતી જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. ત્યારબાદ તેના મૃતદેહને ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની તુલસીભાઈ દેવજીભાઈ કાસુન્દ્રા (60) રહે. ઘુનડા (ખા) તાલુકો ટંકારા વાળાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના એચ.આર.ચૌહાણ ચલાવી રહ્યા છે

વરલી જુગાર

મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં કારખાના પાસે જાહેરમાં વરલી જુગાર આંકડા લેવામાં આવતા હતા ત્યારે ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી અને સ્થળ ઉપરથી કિરીટભાઈ મનસુખભાઈ સોલગામા (56) રહે. જાંબુડીયા વાળા વરલીના આંકડા લેતા મળી આવ્યા હતા જેથી પોલીસે 350 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી. આવી જ રીતે મોરબીના વાઘપરા શેરી નં-11 પાસે વરલી જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી કિર્તીભાઈ ઉર્ફે કાનજીભાઈ બીલભાઈ કોટેચા (50) રહે. વાઘપરા શેરી નં-11 મોરબી વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે 10,200 ની રોકડ સાથે તેની ધરપકડ કરીને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધ્યો હતો




Latest News