મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

ટંકારાના નાના ખીજડીયા ગામે રહેતા યુવાને કેસ કરવાયો હોવાની શંકા આધારે દંપતિને મહિલા સહિત પાંચ લોકોએ મારમાર્યો


SHARE











ટંકારાના નાના ખીજડીયા ગામે રહેતા યુવાને કેસ કરવાયો હોવાની શંકા આધારે દંપતિને મહિલા સહિત પાંચ લોકોએ મારમાર્યો

ટંકારાના નાના ખીજડીયા ગામે રહેતા યુવાને અગાઉ મોરબીમાં આરોપીના મામા સામે કેસ થયેલ હતો તે કેસ તેને કરવ્યો છે તેવી શંકા રાખીને યુવાન અને તેની પત્નીને મહિલા સહિત કુલ પાંચ શખ્સો દ્વારા ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો, ગાળો આપવામાં આવી હતી અને મારી નાખવાની ધમકી આપી હતી જેથી ફરિયાદી યુવાને સારવાર લીધા બાદ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવેલ છે તેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામે રહેતા ભરતભાઈ મનસુખભાઈ ગોહિલ (24)એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હિમેશ નરોતમભાઈ ચૌહાણ, હિરેન પરસોતમભાઈ ચૌહાણ, ગૌરવ આલજીભાઈ ચૌહાણ, નરોત્તમભાઈ વાઘજીભાઈ ચૌહાણ અને ગૌરીબેન નરોતમભાઈ ચૌહાણ રહે બધા નાના ખીજડીયા વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, હિમેશ ચૌહાણના મામા ઉપર અગાઉ મોરબીમાં કેસ થયેલ છે જે કેસ ફરિયાદી યુવાને કરાવેલ છે તેવી શંકા રાખીને હિમેશ, હિરેન અને ગૌરવ દ્વારા ફરિયાદી યુવાનને ઢીકાપાટુનો  માર મારવામાં આવ્યો હતો અને ડાબા હાથ, કમર, મોઢા અને માથામાં માર મારીને ઇજાઓ કરી હતી ત્યારબાદ નરોતમભાઈ ચૌહાણ અને ગૌરીબેન ચૌહાણ ત્યાં આવ્યા હતા અને ફરિયાદી યુવાનને ગાળો આપીને ઢીકાપાટુનો મારમાર્યો હતો તેમજ ફરિયાદીના પત્નીને ગૌરીબેને વાળ પકડીને નીચે પછાડી દીધા હતા આમ મહિલા સહિત પાંચેય વ્યક્તિઓ દ્વારા યુવાન અને તેની પત્નીને માર મારવામાં આવ્યો હતો તેમજ ફરિયાદી યુવાનને મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ યુવાન ફીનાઇલ પી જતા તેને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News