મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ મોરબીના વિદ્યુત સ્મશાન ખાતે રામનવમીના દિવસે 32 લાખના ખર્ચે બનેલા રામધૂન સત્સંગ હોલનું લોકાર્પણ કરાયું મોરબી મહાપાલિકાના વોર્ડની રચનામાં મતદારોની સંખ્યા માટે ચૂંટણી પંચની ગાઈડલાઈનનો ઉલાળ્યો !: કોંગ્રેસે કરી આયોગમાં રજૂઆત મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લઈ વાર્ષિક પાઠનું નિરીક્ષણ કરતાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ
Breaking news
Morbi Today

મોરબીમાં સીએમના સભા સ્થળે સ્ટેજ ઉપર ધારાસભ્ય-તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ વચ્ચે ચકમક જરી


SHARE











મોરબીમાં સીએમના સભા સ્થળે સ્ટેજ ઉપર ધારાસભ્ય-તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ વચ્ચે ચકમક જરી

મોરબીમાં સીએમની હાજરીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને તે સભા સ્થળે સીએમ આવે તે પહેલા મોરબીના ધારાસભ્ય અને મોરબી તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ વચ્ચે સ્ટેજ ઉપર ચકમક જરી હતી કેમ કે, સ્ટેજ ઉપર જે અપેક્ષિત લોકોના નામની યાદી તૈયાર કરવામાં આવી હતી તેમાં મોરબી તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખનું નામ ન હોવાથી તેને સ્ટેજ ઉપરથી નીચે ઉતરી જવા માટે થઈને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા કહેવામાં આવ્યું હતું તેવું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે અને ખાસ કરીને સભા સ્થળની આસપાસમાં જે હોર્ડીંગ બોર્ડ રાખવામા આવેલ હતા તે મુદ્દો ઉચ્ચકક્ષાએ પહોંચ્યો હતો તે પણ સ્ટેજ ઉપર થયેલ ચકમકમાં ક્યાંકને ક્યાંક કારણભૂત હોવાની ભાજપ વર્તુળોમાં ચર્ચા થઈ રહી છે

સામાન્ય રીતે સીએમ કે પીએમનો કોઈપણ જગ્યાએ કાર્યક્રમ હોય તો તેના અનેક પ્રકારના પ્રોટોકોલ હોય છે તેમજ જે સ્ટેજ બનાવવામાં આવતું હોય છે તે સ્ટેજ ઉપર કયા કયા અગ્રણીઓ અને અધિકારીઓને સ્થાન આપવામાં આવશે તે અગાઉથી જ નિશ્ચિત હોય છે જોકે મોરબીના રવાપર ગામે આવેલ રામેશ્વર પાર્ટી પ્લોટ ખાતે બુધવારે સીએમની હાજરીમાં કરોડો રૂપિયાના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમહૂર્ત કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને તે કાર્યક્રમમાં સભાસ્થળ સુધી સીએમ પહોંચે ત્યારે પહેલા ભાજપના ધારાસભ્ય સહિતના કેટલાક અગ્રણીઓ અને અધિકારીઓએ સ્ટેજ ઉપર હાજર હતા ત્યારે સ્ટેજ ઉપર જે અગ્રણીઓ અપેક્ષિત ન હતા તે આવી ગયા હતા જેથી આગેવાનો વચ્ચે ચકમક જરી હતી.

ભાજપના વર્તુળોમાં થઈ રહેલ ચર્ચા મુજબ સીએમના કાર્યક્રમમાં સ્ટેજ ઉપર ધારાસભ્યો, સાંસદ, માજી સાંસદ, માજી મંત્રી, અધિકારીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખ, જિલ્લા ભાજપના પ્રમુખ વિગેરેને અપેક્ષિત તરીકે સ્થાન આપવામાં આવ્યું હતું જો કે, મોરબી તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ વાસદડિયા સ્ટેજ ઉપર અપેક્ષિત ન હતા અને તે ત્યાં આવેલ હતા જેથી મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા તેમને સ્ટેજ ઉપરથી નીચે જવા માટે થઈને કહેવામાં આવ્યું હતું અને ત્યાં થોડીવાર માટે ધારાસભ્ય અને પૂર્વ પ્રમુખ વચ્ચે રકઝક થઈ હતી. જેના વિડીયો પણ સોશિયલ મીડિયામાં હોવાનું ચર્ચાઇ રહ્યું છે. વધુમાં ભાજપના જુદા જુદા ગ્રુપમાં થતી ચર્ચાઓ મુજબ સભા સ્થળની આસપાસના વિસ્તારમાં જે હોર્ડીંગ બોર્ડ મૂકવામાં આવ્યા હતા તેમાં મોરબીના ધારાસભ્ય તથા કચ્છ-મોરબીના સાંસદના ફોટો મૂકવામાં આવેલ ન હતા. જે મુદ્દો ગાંધીનગર સુધી ચર્ચાનો વિષય બન્યો હતો આ મુદ્દો પણ હાલમાં થયેલ ચકમકના મૂળમાં હોવાનું નકારી શકાય તેમ નથી.






Latest News