મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત
Breaking news
Morbi Today

મોરબીના પ્રેમજીનગર થયેલા મારામારીના બનાવમાં ઇજા પામેલા યુવાનનું મોત: બનાવ હત્યામાં પલટાયો


SHARE







મોરબીના પ્રેમજીનગર થયેલા મારામારીના બનાવમાં ઇજા પામેલા યુવાનનું મોત: બનાવ હત્યામાં પલટાયો

મોરબીમાં મકનસર પાસેના પ્રેમજીનગરમાં માવાના બાકી પૈસા બાબતે બોલાચાલી થયા બાદ મારામારીનો બનાવ બન્યો હતો જેમાં બંને પક્ષના મળીને કુલ છ લોકોને ઈજાઓ થતા મોરબીની સિવિલ હોસ્પિટલે અને તે પૈકીના બે ભાઇઓને વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયા હતા અને બંને પક્ષેથી મારામારીની સામસામી ફરિયાદ નોંધાવવામાં આવી હતી તેવામાં આ બનાવમાં ઇજા પામેલા એક યુવકનું રાજકોટ ખાતે સારવારમાં મોત નીપજયું છે જેથી કરીને બનાવ હત્યામાં પલટયો છે અને મોરબી તાલુકા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી છે

મોરબીના મકનસર ગામ પાસે આવેલા પ્રેમજીનગર વિસ્તારમાં માવાના બાકી પૈસાના મુદદે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ગુલાબ વેલજીભાઇ શેખવા (૨૯)જયેશ વેલજીભાઇ સેખવા અને સુનીલ બાબુભાઇ પરમાર (૩૦) તેમજ સામેના પક્ષના કાંતાબેન ચુનીલાલ વઘેરા (૪૦), રાકેશ ચુનીલાલ વઘેરા (૨૨), ચુનીલાલ કમાભાઇ વઘેરા (૪૫) અને સુરેશ ચુનીલાલ વઘેરા (૨૦) નામના કુલ છ લોકોને જે તે સમયે ઇજાઓ થઈ હતો અને ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને સામસામી ફરિયાદો નોંધાવવામાં આવી હતી જેમાં વેલજીભાઇ નથુભાઇ શેખવા (૫૫) રહે.પ્રેમજીનગર હનુમાન મંદિરની પાસે વાળાએ ત્યાં જ રહેતા ચુનીલાલ વધોરા, કાન્તાબેન ચુનીલાલ વઘોરા, સુરેશ ચુનીલાલ વઘોરા, રાકેશ ચુનીલાલ વઘોરા, મોહન રવજીભાઈ વઘોરા(૫૫), હસમુખભાઈ મોહનભાઈ વઘોરા (૨૪) રહે. બધા પ્રેમજીનગર મોરબી સામે ફરીયાદ નોંધાવી હતી કેજયેશભાઇએ બાકી નીકળતા માવાના પૈસાની માંગણી કરતાં સામેવાળાઓએ ઉશ્કેરાઈ જઈને તલવાર, ધોકા અને પાઇપ જેવા હથિયારો વડે હુમલો કર્યો હતો અને ગુલાબભાઈના માથાના ભાગે તલવારનો ઘા ઝીંકી દેતા તેમને ગંભીર ઇજા પહોંચી હતી. જ્યારે જયેશ અને સુનીલને પણ તલવાર વડે અને ધોકા-પાઇપ વડે માર મારવામાં આવ્યો હતો જે ગુનામાં પોલીસે અગાઉ મોહન રવજી વઘોરા (૫૫) અને હસમુખ મોહન વઘોરા (૨૪) રહે.બંને પ્રેમજીનગર વાળાની ધરપકડ કરેલ હતી અને હાલમાં મોરબી તાલુકા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ રાજકોટ સારવારમાં ખસેડવામાં આવેલ ગુલાબભાઈ વેલજીભાઇ શેખવા (૨૯)નું   સારવાર દરમ્યાન મોત નીપજયું છે જેથી કરીને મારામારીનો બનાવ હત્યામાં પલટયો છે જેથી કરીને પોલીસે અગાઉ નોંધાયેલ ફરિયાદમાં હત્યાની કલમનો ઉમેરો કરીને આગળની કાર્યવાહી કરવા માટેની કવાયત હાથ ધરી છે






Latest News