મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

હળવદના ટીકર નજીક ડબલ સવારી બાઇક આડે ભૂંડ આવતા થયેલ અકસ્માતમાં આધેડનું મોત


SHARE











હળવદના ટીકર નજીક ડબલ સવારી બાઇક આડે ભૂંડ આવતા થયેલ અકસ્માતમાં આધેડનું મોત

હળવદના ટીકર ગામ પાસે આવેલ તળાવ નજીકથી ડબલ સવારી બાઇક પસાર થઇ રહ્યું હતું ત્યારે બાઈકની આડે ભૂંડ ઉતરતા બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને ત્યારે બાઈક ચલાવી રહેલા આધેડને માથાના પાછળના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને બાઈક ઉપર બેઠેલા અન્ય વ્યક્તિને પગમાં ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે અને આ બનાવની ઇજાગ્રસ્ત દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ માળિયા મીયાણા તાલુકાના વેજલપર ગામે રહેતા ગણપતભાઈ નરસીભાઈ જીંઝુવાડીયા (52) તથા સુરેશભાઈ રમેશભાઈ ઇન્દરિયા (30) બંને ડબલ સવારી બાઈક નંબર જીજે 36 એએલ 3083 લઈને હળવદ તાલુકાના દીઘડીયા ગામે માંડવામાં જવા નીકળ્યા હતા અને બાઈક ગણપતભાઈ જીંઝુવાડીયા ચલાવી રહ્યા હતા દરમિયાન ટીકર નજીક આવેલ લખીયાસર તળાવ પાસે તેઓ પહોંચ્યા હતા ત્યારે તેઓના બાઈકની આડે ભૂંડ ઉતરતા બાઈક સ્લીપ થઈ ગયું હતું અને અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં સુરેશભાઈ ઇન્દરિયાને ડાબા પગના સાથળના ભાગે ઈજાઓ થઈ હતી જ્યારે ગણપતભાઈ ઝીંઝવાડીયાને માથાના પાછળના ભાગે ગંભીર જા થયેલ હોવાથી તેને તાત્કાલિક હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા ત્યારબાદ સુરેશભાઈ ઇન્દરિયા દ્વારા આ બનાવની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News