મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

મોરબી મુસ્કાન વેલ્ફેર સોસાયટી અને પેટ્રોલપંપ સંચાલકનું જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા કરાયું સન્માન


SHARE











મોરબી મુસ્કાન વેલ્ફેર સોસાયટી અને પેટ્રોલપંપ સંચાલકનું જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા કરાયું સન્માન

પૂર્વ સાંસદ રામજીભાઈ માવાણીરમાબેન માવાણીજીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા મુસ્કાન વેલ્ફેર સોસાયટી મોરબીના સામાજીકસેવાકાર્યોને બિરદાવી મોમેન્ટો સાથે સંસ્થાના સભ્યોને સન્માનિત કરાયા હતા અત્રે ઉલ્લેખનીય છે કેમોરબી સ્થિત મહિલાઓ દ્વારા સ્થાપિત અને સંચાલિત મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા અનેક પ્રકારના શિક્ષણસ્વાસ્થ્યરોજગારમહિલા સશક્તિકરણરાષ્ટ્રીય ભાવનાને ઉજાગર કરવા સહિતના અનેક સામાજીકસેવાકાર્યો કરવામાં આવી રહ્યા છે. ત્યારે મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા આયોજીત કાર્યક્રમ "જાગો ગ્રાહક જાગો" માં મુસ્કાન વેલ્ફેર સોસાયટીમોરબીને તેમના સર્વાંગી સમાજ ઉપયોગો અને રચનાત્મક કાર્યોસામાજીક સેવાઓ બદલ સિલ્ડ આપી સન્માનિત કરવા સાથે તેમના નિઃસ્વાર્થ કાર્યોને બિરદાવ્યા હતા. મુસ્કાન સંસ્થાના સભ્યોએ પણ લાલજીભાઈ મહેતા સહીત અગ્રણીયોનો આભાર વ્યક્ત કરવા સાથે પોતાની સંસ્થાને મળેલ માન સન્માન સંસ્થાના સભ્યો માટે પ્રેરણા સ્ત્રોત બની રહેવાનું જણાવ્યુ હતુ.તેમજ મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ગ્રાહક દિવસ નિમિતે અહિંના તુલસી પેટ્રોલિયમ મોરબીને પ્રમાણિક વિક્રેતાનો એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવેલ જે એવોર્ડ પંપ સંચાલક વિનોદભાઇ ડાભી સ્વીકારતા નઝરે પડે છે. ​​​​






Latest News