મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબીમાં સોશ્યલ મિડીયાથી સંપર્કમાં આવેલા શખ્સે ફોટા વાયરલ કરી સગીરાની સગાઇ તોડાવી: દુષ્કર્મ-પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો


SHARE







મોરબીમાં સોશ્યલ મિડીયાથી સંપર્કમાં આવેલા શખ્સે ફોટા વાયરલ કરી સગીરાની સગાઇ તોડાવી: દુષ્કર્મ-પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો

મોરબીમાં રહેતા પરિવારની સગીરાના ફોટા સોશિયલ મિડિયામાં વાયરલ કરીને સગીરાની સગાઈ તોડાવી હતી અને ત્યાર બાદ સગીરાની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જેથી કરીને હાલમાં સગીરાના પરિવારજને ફરિયાદ નોંધાવતાં પોલીસે દુષ્કર્મ, પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સગીરા સાથે દુષ્કર્મ, પોકસો, અપહરણ, આઇટી એક્ટ તથા ધમકી આપી શોષણ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયેલ છે જેમાં જણાવ્યુ છેકે,મોરબીના લખધીરપુર ગામે રહેતા આરોપી અંકીત રાજેશભાઈ ડાભીએ ફરિયાદીની સગીર દીકરીનો ઇન્સ્ટાગ્રામથી સંપર્ક કર્યો હતો અને ત્યાર બાદ સગીરાનો સંપર્ક કર્યો હતો અને સગીરાના ફોતોને વાયરલ કરવાની ધમકી આપીને તેની સાથે અલગ-અલગ સ્થળે દુષ્કર્મ આચર્યું હતું, આટલું જ નહીં સગીરાની સગાઈ પણ તોડવી નાખેલ હતી જેથી પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

વધુમાં મળી રહેલ માહિતી મુજબ મોરબીમાં રહેતા પરિવારની સગીર વયની દીકરીના ફોટા આરોપી અંકીત ડાભીના મોબાઇલમાં છે અને વાયરલ કરવામાં આવ્યા છે. અને આરોપીએ ઇન્સ્ટાગ્રામથી સગીરાની સાથે મિત્રતા કરીને તેના ફોટા મેળવી, એડિટ કરીને તેનો દુરુપયોગ કર્યો હતો. અને આ બાબતે સગીરાના માતા-પિતાએ આરોપીના પિતાને વાત કરી હતી જેથી તેમણે માફી માંગી હતી અને ભવિષ્યમાં આવી હરકત નહીં કરવાનો વિશ્વાસ આપ્યો હતો. દરમ્યાન સગીરાની સગાઈ કરવામાં આવી હતી જેથી આરોપી અંકિત દ્વારા સગીરાના ફોટા સામાપક્ષ વાળાને દેખાડી વાયરલ કર્યા હતા અને તેની સગાઈ તોડાવી હતી.

વધુમાં સગીરાના પરિવારે પોલીસને જણાવ્યુ છે કે, છેલ્લા છ મહિનાથી આરોપી અંકીત તેની દીકરીનું શોષણ કરતો હતો અને ગમે ત્યાં અટકાવી ધમકી આપતો તેમજ શારીરિક સંબંધ બાંધવા દબાણ કરતો હતો. ગત સપ્ટેમ્બર 2024 માં મોરબીમાં અવની ચોકડી પાસે સગીરાને અટકાવી પોતાના મોટર સાયકલ ઉપર પાનેલી ગામે વાડીમાં લઈ જઈ સગીરા સાથે બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું, ત્યારબાદ ઓક્ટોબર 2024 માં ધમકી આપી રાજકોટ લઈ ગયો હતો અને ત્યાં આરોપીનો ભાઈ પ્રદીપ પણ હાજર હતો અને તેણે બંનેના સાથે ફોટા પાડ્યા હતા.

ત્યાર બાદ ગત 29 જાન્યુઆરીના રોજ અંકીત ભોગ બનેલ સગીરાને ધમકાવીને હળવદ લઈ ગયો હતો અને ત્યાર બાદ મોરબી કેસર બાગમાં આવ્યા હતા અને ત્યાં ફોટા લેવામાં આવ્યા હતા જે ફોટો અંકીતે સગીરાની સગાઈ થઈ તે ગામના લોકો સુધી પહોંચાડીને વાયરલ કરી સગીરાની સગાઈ તોડાવી હતી. જેથી હાલમાં સગીરાના પિતાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપી અંકિત રાજેશભાઇ ડાભી રહે. લખધીરપુર તાલુકો મોરબી વાળાને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News