મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબીના છેતરપીંડી-વિશ્વાસઘાતના ગુનામાં નાસતો ફરતો આરોપી 12 વર્ષે પકડાયો


SHARE







મોરબીના છેતરપીંડી-વિશ્વાસઘાતના ગુનામાં નાસતો ફરતો આરોપી 12 વર્ષે પકડાયો

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં 12 વર્ષ પહેલા છેતરપીંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાયેલ હતી જે ગુન્હામાં છેલ્લા 12 વર્ષથી આરોપી નાસતો ફરતો હતી જે આરોપીને કચ્છ જિલ્લાના ભચાઉ ખાતેથી મોરબી એલ.સી.બી અને પેરોલ ફર્લો સ્કવોડની ટીમ દ્વારા પકડી લઈને હાલમાં એ ડિવિઝન પોલીસ હવાલે કરવામાં આવેલ છે.

મોરબી જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા ખાસ ઝુંબેશનુ આયોજન કરવામાં આવ્યું છે અને જિલ્લા એલસીબીના પીઆઇ એમ.પી. પંડ્યાની સૂચના મુજબ સ્ટાફ કરી રહ્યો છે તેવામાં પેરોલ ફર્લો સ્કવોડના જયેશભાઇ વાઘેલા તથા બ્રિજેશભાઇ કાસુન્દ્રાને સંયુક્તમા ખાનગી રાહે હકિકત મળી હતી કે, મોરબી સીટી એ ડિવિઝનમાં વર્ષ 2013 માં આઇ.પી.સી કલમ ૪૦૬ વિગેરે કલમ હેઠળ ગુનો નોંધાયેલ હતો જે ગુનાના કામે નાસતો ફરતો આરોપી મહેશકુમાર અંજનીસીંગ રહે. લોહર પશ્ચિમ તાલુકો સુલતાનપુર ઉતરપ્રદેશ વાળો હાલે કચ્છ જિલ્લાના ભચાઉ ખાતે આવેલ છે જેથી ત્યાં જઇને તપાસ કરતા આરોપી મહેશકુમારસિંહ અંજનીસિંહ રાજપુત (33) રહે. લોહર પશ્વિમ તાલુકો સુલતાનપુર ઉતરપ્રદેશ વાળો નાની ચિરઇ ગામ પાસે ભચાઉ-ગાંધીધામ નેશનલ હાઇવે ઉપર આવેલ ક્રિષ્ના આઇ માતા હોટલ સામેથી મળી આવ્યો હતો જેથી તેને હસ્તગત કરીને આગળની કાર્યવાહી માટે મોરબી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોંપી દેવામાં આવેલ છે.






Latest News