મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીની એલ.ઇ. અને અમદાવાદની એલ. ડી. કોલેજનું ૧૦ કરોડના ખર્ચે હેરિટેજ રિસ્ટોરેશન કરાશે


SHARE







મોરબીની એલ.ઇ. અને અમદાવાદની એલ. ડી. કોલેજનું ૧૦ કરોડના ખર્ચે હેરિટેજ રિસ્ટોરેશન કરાશે

ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભા ગૃહ ખાતે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિરાસત ભી, વિકાસ ભીનો કાર્યમંત્ર આપીને વિકાસ સાથે આપણી વિરાસતને જીવંત રાખવા માટેની પ્રેરણા આપી છે. ગુજરાતની વિરાસતને જીવંત રાખવા ગુજરાત સરકારે અનેકવિધ મહત્વૂર્ણ નિર્ણયો કર્યા છે.

આ સંદર્ભે વિગતો આપતા તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં ૭૫ વર્ષ કે તેનાથી વધુ વર્ષની કોલેજોના મૂળભૂત હેરીટેજ સ્ટ્રક્ચરને જાળવી રાખવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. જે અનુસાર વર્ષ ૧૮૮૧માં બનેલી મોરબીની લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ તેમજ વર્ષ ૧૯૪૮માં બનેલી અમદાવાદની એલ. ડી. કોલેજ ઓફ એન્જિનિયરિંગ જેવી પુરાતત્વ મહત્વ ધરાવતી આ બે કોલેજોના હેરિટેજ રિસ્ટોરેશન માટે રાજ્ય સરકારે રૂ. ૧૦ કરોડની જોગવાઈ કરી છે, આ બંને કોલેજોના હેરિટેજ રીસ્ટોરેશનની કામગીરી સત્વરે પૂર્ણ કરવામાં આવશે. સાથે જ, રાજ્યમાં ૭૫ વર્ષથી જૂની અને પુરાતત્વ મહત્વ ધરાવતી અન્ય સંસ્થાઓને પણ આગામી આયોજનમાં સામેલ કરીને તેનું હેરિટેજ મહત્વ જળવાઈ રહે, તે સુનિશ્ચિત કરવામાં આવશે, તેવી મંત્રીએ ખાતરી આપી હતી.






Latest News