મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના લખધીરપુર ગામનો બનાવ : મોટી બહેનના લગ્ન દરમિયાન નાની બહેનનું મોત


SHARE







મોરબીના લખધીરપુર ગામનો બનાવ : મોટી બહેનના લગ્ન દરમિયાન નાની બહેનનું મોત

મોરબી તાલુકાના લખધીરપુર ગામે સતવારા પરિવારને ત્યાં લગ્ન પ્રસંગનો માહોલ માતમમાં પલટાયો હતો કારણ કે મોટી બહેનના લગ્ન હોય તે દરમિયાનમાં જ નાની બહેનને પેટમાં તેમજ છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને તેણીનું મોત નિપજયુ હતુ.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવતા લખધીરપુર ગામે રહેતી હેતલબેન જગદીશભાઈ પરમાર નામની ૨૨ વર્ષીય સતવારા યુવતીને ગત રાત્રીના નવેક વાગ્યાના અરસામાં પેટમાં અને છાતીમાં દુખાવો ઉપડતા તેણીને સારવાર માટે અહિંની આયુષ હોસ્પિટલે લઈ જવામાં આવી હતી જયાં તબીબે તેણીને જોઈ તપાસીને હેતલબેનને મૃત જાહેર કરતાં તેના મૃતદેહને પીએમ માટે સિવિલે ખસેડાયો હતો. આ બનાવની કરૂણાંતિકા જોઈએ તો મૃતક હેતલબેનના મોટા બહેનના ગઇકાલે લગ્ન હોય અને લગ્ન સમય દરમિયાન જ રાતના હેતલબેનને પેટમાં અને છાતીમાં દુખાવો પડ્યા બાદ બેભાન હાલતમાં તેણીનું મોત નિપજ્યુ હતું.જેથી લગ્નનના પ્રસંગમાં માતમ છવાઇ ગયો હતો. બનાવની જાણ થતાં હાલમાં તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ જે.પી.વસીયાણીએ બનાવ અંગે આગળની તપાસ હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીમાં રહેતા ઉપેન્દ્રભાઈ યાદવ ગઇકાલે તેમના ટુ વ્હીલરમાં કામ ઉપરથી પરત ઘરે જઈ રહ્યા હતા ત્યારે સાંજના સાત વાગ્યાના અરસામાં વાંકાનેર હાઇવે ઉપર આવેલ કુબેર ટોકીઝ પાસે અજાણ્યા ટ્રક ચાલકે તેમના બાઈકને હડફેટે લેતા ઈજાગ્રસ્ત થયેલા ઉપેન્દ્રભાઈ યાદવને અહીંની આયુષ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયા હતા બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના ફિરોઝભાઇ સુમરાએ અકસ્માત બનાવ અંગે આગળની તપાસ હાથ ધરી છે.

 






Latest News