ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં વીજ બિલ ન ભરતા ખેડૂતનું ખેતીવાડીનું કનેક્શન કટ કરનારા વીજકર્મીને રસ્તામાં રોકીને મારી નાખવાની ધમકી


SHARE







વાંકાનેરમાં વીજ બિલ ન ભરતા ખેડૂતનું ખેતીવાડીનું કનેક્શન કટ કરનારા વીજકર્મીને રસ્તામાં રોકીને મારી નાખવાની ધમકી

વાંકાનેર નજીકના રાતીદેવડી ગામે રહેતા વ્યક્તિએ તેના ખેતીવાડીના વીજ કનેક્શનનું બિલ ભરેલ ન હતું જેથી વીજ કર્મચારી દ્વારા તે વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું જે બાબતનો ખા રાખીને “કાલે કેમ તમે અમારી વાડીનું ખેતીવાડીનું કનેક્શન કાપી નાખેલ છે” તેવું કહીને વિજ કર્મચારીને ગાળો આપીને વીજ કર્મચારી તથા તેની સાથે અન્ય કર્મચારી સાથે જપાજપી કરી હતી અને વીજ કર્મચારીને મારી નાખવાની ધમકી આપી હતી જેથી હાલમાં વીજ કર્મચારી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને ત્રણ શખ્સોને પકડવા માટે તજવીજ હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ બોટાદ જિલ્લાના રહેવાસી અને હાલમાં વાંકાનેરમાં આવેલ ભાટિયા સોસાયટી ભૂતનાથ મંદિર પાસે ભાડાના મકાનમાં રહેતા અને વીજ કંપનીમાં કર્મચારી તરીકે ફરજ બજાવતા હરપાલસિંહ નિર્મળસિંહ ગોહિલ (38)એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે મહમદફરીદભાઇ ઉસ્માનભાઇ કડીવાર, કડીવાર ગુલાબમોયુદીન આહમદભાઇ તથા કડીવાર યુસુફભાઇ આહમદભાઇ રહે. બધા રાતીદેવરી તાલુકો વાંકાનેર વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કેરાતીદેવરીથી વાંકીયા રોડ ઉપર આવેલ સરકારી સ્કૂલ પાસેથી ફરિયાદી તથા સાહેદ વીજ કંપનીમાં ફરજ બજાવતા હોય પસાર થઈ રહ્યા હતા દરમ્યાન આરોપીઓએ તેનું ખેતીવાડીના વીજ કનેક્શનનું બિલ ભરેલ ન હોવાથી વીજ કનેક્શન કટ કરવામાં આવ્યું હતું જે બાબતનો ખાર રાખીને ફરિયાદી તથા સાહેને આરોપીઓએ ઉભા રાખીને ઊંચા આવજે તેના સાથે બોલાચાલી કરી હતી તથા “કાલે કેમ તમે અમારી વાડીનું ખેતીવાડીનું કનેક્શન કાપી નાખેલ છે” તેઓ સવાલ કરીને ગાળો આપી હતી અને ત્યારબાદ ફરિયાદી તથા તેની સાથે રહેલ વીજ કર્મચારી સાથે જપજપી કરવામાં આવી હતી અને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલ વીજ કર્મચારી દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરેલ છે.

મારામારીમાં ઇજા

મોરબીમાં મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં એઝાઝ અબ્દુલભાઈ દલવાણી (33) રહે. લોમજીવન પાર્ક વાવડી રોડ મોરબી તથા હૈદરઅલી નૂરભાઈ અન્સારી (30) રહે. વાવડી રોડ દરગાહ પાસે વાળાઓને ઇજા થઇ હોવાથી ઇજા પામેલા યુવાનોને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને સારવાર બાદ આ બનાવની એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી






Latest News