મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબી નજીકથી બોલેરો ગાડીમાં કુરતાપૂર્વક બાંધીને 3 પાડીને લઈ જનારા શખ્સ સામે ગુનો નોંધાયો


SHARE







મોરબી નજીકથી બોલેરો ગાડીમાં કુરતાપૂર્વ બાંધીને 3 પાડીને લઈ જનારા શખ્સ સામે ગુનો નોંધાયો

મોરબીના ઉચી માંડલ ગામ પાસેથી બોલેરો ગાડી પસાર થઈ હતી જેને રોકીને ચેક કરવામાં આવી હતી ત્યારે તેમાં ઘાસચારો કે પાણીની કોઈપણ વ્યવસ્થા વગર ત્રણ પાડીને કુરતાપૂર્વ બાંધીને લઈ જતા હતા જેથી આ બનાવ સંદર્ભે હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ નિરાધાર ગૌશાળામાં રહેતા ખુશાલભાઈ સુરેશભાઈ વડાલીયા (30) નામના યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જીવણભાઈ મેઘાભાઈ પઢારીયા (50) રહે. ચાંચાપર તાલુકો મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છેકે, મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ ઉંચી માંડલ ગામ પાસે સિરામિક કારખાના સામેથી આરોપી પોતાના હવાલા વાળી બોલેરો પીકપ ગાડી નંબર જીજે 36 ટી 1191 લઈને જઈ રહ્યો હતો ત્યારે તે ગાડીને ચેક કરવામાં આવતા તેમાંથી ત્રણ પાડીને ક્રૂરતાપૂર્વક બાંધવામાં આવી હોય અને ઘાસચારો કે પાણીની કોઈપણ વ્યવસ્થા રાખવામાં આવી ન હોય તેવું જોવા મળ્યું હતું જેથી હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News