મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક છકડો રિક્ષામાંથી નીચે પડતાં માથામાં ઇજા પામેલ બાળકનું સારવારમાં મોત


SHARE







વાંકાનેર નજીક છકડો રિક્ષામાંથી નીચે પડતાં માથામાં ઇજા પામેલ બાળકનું સારવારમાં મોત

વાંકાનેર રાતીદેવડી રોડ ઉપર આવેલ નીર્મલા કોન્વે સ્કુલ પાસેથી છકડો રિક્ષા પસાર થઈ રહી હતી ત્યારે રિક્ષામાં આગળના ભાગે બેઠેલ બાળક નીચે પડી ગયો હતો જેથી કરીને તે બાળકને માથામાં પાછળના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી તેને પ્રથમ વાંકાનેર અને રાજકોટ સુધી લઈ ગયા હતા જો કે, તે બાળકનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું જેથી આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાનાં માણેકવાડા ગામે રહેતા વિહાભાઇ વિંજવાડીયાનો 10 વર્ષનો દીકરો ગોપાલભાઇ વિંજવાડીયા ગઇકાલે સવારે 10:10 વાગ્યા પહેલા વાંકાનેરના રાતીદેવડી રોડ ઉપર આવેલ નીર્મલા કોન્વે સ્કુલ પાસેથી છકડો રીક્ષા નં જીજે 36 ડબલ્યુ 1223 માં આગળના ભાગે પેટી ઉપર બેસીને વાંકાનેર તફર જતો હતો ત્યારે વાંકાનેર રાતીદેવડી રોડ ઉપર નીર્મલા કોન્વે સ્કુલ પાસે રોડ ઉપર અચાનક છકડો રીક્ષામાંથી તે નીચે પડી જતા બાળકને માથામાં પાછળના ભાગે ગંભીર ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે પ્રથમ વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે અને ત્યાર બાદ વધુ સારવાર માટે રાજકોટ લઈ જતા હતા ત્યારે રસ્તામાં ખીજડીયા ગામના પાટીયા પાસે તે બાળકનું એમ્બ્યુલન્સમાં જ મોત નીપજયું હતું જેથી આ અંગેની વાંકાનેર સિટી પોલીસને જાણ કરેવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે અને વધુ તપાસ રમેશચંદ્ર રાયધનભાઇ મિયાત્રા કરી રહ્યા છે.






Latest News