મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખને શ્રીફળ, સાકરના પળાથી વધાઈ આપતા પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા


SHARE







મોરબી જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખને શ્રીફળ, સાકરના પળાથી વધાઈ આપતા પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા

મોરબી જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયાને નરસંગ મંદિર પાછળ આવેલા જિલ્લા ભાજપના નવા કાર્યાલયએ ભાજપની વિચારસરણીને વરેલા જુદા જુદા સમાજના અસંખ્ય આગેવાનોને સાથે રાખી ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને મોરબીના પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ શ્રીફળ અને સાકરનો પળો આપી વિશિષ્ટ રીતે વધાઈ આપી હતી. ભાજપનો અલગ પ્રકારનો ખેસ, સૂતરની આટી, ખાદીનો રૂમાલ અને સાલ ઓઢાળી હતી તેમજ વાંચન પ્રેમી એવા નવા પ્રમુખને વાંચનરસિયા બ્રિજેશ મેરજાએ એક કિતાબ પણ આપી હતી. આ તકે મોરબી પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, મોરબી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ હંસરાજભાઈ પાંચોટિયા, માળીયા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ચંદુભાઈ લાવડીયા, માળીયા તાલુકા ભાજપના પૂર્વ પ્રભારી સુભાષભાઈ પડસુંબિયા, પૂર્વ કાઉન્સિલર મનુભાઈ બરાસરા, ગિરિરાજસિંહ ઝાલા, ઠાકોર સમાજના અગ્રણી સુરેશભાઇ શીંહોરીયા, અનુસુચિત મોરચાના મહામંત્રી બળવંતભાઈ સનાળિયા, હરિભાઇ રાતડીયા, ખાખરેચીના આર.કે. પારજિયા, વિપુલભાઈ થડોદા, અનિલભાઈ કૈલા, માળીયા તાલુકા પંચાયતના સભ્ય પ્રવીણભાઈ અવાડીયા, કુંભારિયાના સરપંચ કાંતિલાલ દેત્રોજા, લક્ષ્મીવાસના પૂર્વ સરપંચ જયદીપભાઈ સંઘાણી, પોલિપેક એસો.ના પ્રમુખ જગદીશભાઈ પનારા, દલિત સમાજના અગ્રણી મહેશભાઈ સોલંકી, રાજેશભાઈ ભિમાણી તેમજ મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારના અસંખ્ય આગેવાનોએ નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયાનું સન્માન કરી રૂબરૂ શુભેચ્છાઓ પાઠવી હતી.






Latest News