મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકાનો એક લાખથી વધુ વેરો બાકી હોય તેવા 14 આસામીઓની મિલકત સીલ


SHARE







મોરબી મહાપાલિકાનો એક લાખથી વધુ વેરો બાકી હોય તેવા 14 આસામીઓની મિલકત સીલ

મોરબી મહાપાલિકા દ્વારા એક લાખથી વધુની વેરાની રકમ બાકી હોય તેવા 257 મિલકત ધારકોને વોરંટની બજવણી કરવામાં આવી હતી જેમાંથી 63 મિલકતધારકોસંપૂર્ણ ટેક્સ ભરી દીધેલ છે જો કે, વેરો ન ભરનારા આસામીઓ સામે આકરા પગલાં લેવામાં આવી રહ્યા છે તેના ભાગરૂપે ટેક્ષ શાખા દ્વારા બે જગ્યાએ પાણીના કનેક્શન કાપવામાં આવેલ છે અને 14 આસામીઓની મિલકતોને સીલ કરવામાં આવી છે

મોરબી મહાપાલિકાની ટેક્ષ શાખા દ્વારા વેરો નહીં ભરનારા આસામીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે તેના ભાગ રૂપે એક લાખથી વધુનો વેરો બાકી હોય તેવામાં આસામીઓમાંથી 14 આસામીઓની મિલકતોને સીલ કરવામાં આવી છે તે ઉપરાંત 75 હજારથી એક લાખ સુધીનો વેરો બાકી હોય તેવા 114 આસામીઓને બાકીનો વેરો ભરવા માટે વોરંટની બજવણી કરવામાં આવી છે જેમાંથી 51 આસામીઓ તેનો વેરો ભરી ગયેલ છે જો કે, હવે ટેક્ષ શાખા દ્વારા 50 થી 75 હજાર સુધીનો વેરો બાકી હોય તેવા 66 વોરંટની બજવણી કરી છે જેમાંથી 9 આસામીઓએ ટેક્ષ ભર્યો છે જો કે, જે આસામીઓનો નાણાકીય વર્ષનો વેરો બાકી હોય તેની પાસેથી વેરો વસૂલવા માટેની કડક કાર્યવાહી હવે બાકીદારો સામે કરવામાં આવશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. 






Latest News