મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

વાંકાનેર કોળી સમાજ દ્વારા વીછિયા ખાતે યોજાનાર કોળી મહાસમેલનનો વિરોધ, મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને ખુલ્લુ સમર્થન


SHARE













વાંકાનેર કોળી સમાજ દ્વારા વીછિયા ખાતે યોજાનાર કોળી મહાસમેલનનો વિરોધ, મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને ખુલ્લુ સમર્થન

રાજકોટ જિલ્લાના વિછીયા તાલુકાનાં થોરીયાળી ગામના ધનશ્યામભાઈ રાજપરાની હત્યા થઈ હતી ત્યારબાદ મુકેશ રાજપરાના ઉશ્કેરણીજનક સોશિયલ મીડિયાની પોસ્ટ વાયરલ થવાથી કોળી સમાજના લોકો વિંછીયા પોલિશ સ્ટેશને ભેગા થતાં પોલીસ સાથે ધર્ષણ સર્જાયુ હતું. જેમાં ખુબ મોટું ટોળું હોવા છતાં ૮૪ વ્યક્તિઓ પર ગુન્હો નોંધાયેલ છે અને આ વિસ્તારના ધારાસભ્ય અને રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને જાણ થતાં તેઓ ત્યાં વિંછીયા પહોચી ગયા હતા અને બાકીના મહિલા સહિતનાને સીસીટીવી કેમેરામાં તોફાનો કરતા વિડિયો હોવા છતાં ધરપકડ કરવા દીધેલ નહીં. ૭૦ જેટલા લોકો જેલમાં હતા બાકીનાઓની ધરપકડ બાકી હતી તેને સમાધાન કરી રસ્તો અપનાવી જે જેલમાં હતા તે પૈકીના ૬૩ ને એકસાથે જામીન અપાવી છોડાવેલ છે અને વાહનો પણ ડિટેઇન કરેલ તે મુક્ત કરાવેલ છે.

આ અંગે કોળી આગેવાનોએ જણાવ્યુ કે, ધારાસભ્ય દ્વારા મૃતકના ઘરે જઈ આશ્વાસન સાથે સમાજમાંથી મદદ મળે તે માટે વાત થતાં તેની પણ મદદમાં રહેવા જણાવેલ હતું જોકે, કેટલાક લોકોના પેટમાં તેલ રેડાતા આગામી તા. ૯ માર્ચના રોજ મહાસંમેલનની જાહેરાત કરી દીધી હતી. જેમાં મૃતક પરિવારને મદદ કરવાને બદલે કોળી સમાજને થતો અન્યાયની વાત લઇ બજારમાં બીજાના હાથા બની સ્થાનિક ધારાસભ્યએ મદદ નથી કરી તેવી વાતો ઉપજાવી કાઢી બજારમાં રેવડી વેંચવા, સમાજને ગુમરાહ કરવા નીકળી પડ્યા હતા.

વધુમાં કેટલાક લોકો સમાજને બદનામ કરવા વાળા રેવડી બજારમાં બીજાના હાથા બની કોળી/ ઠાકોરના સંગઠનના નામે કોળી/ ઠાકોર સમાજના મહાસંમેલનના નામે પોતાના રાજકીય ઢેબરાં પકાવવા નીકળી પડ્યા છે તેવું વાંકાનેરના આગેવનોએ જણાવ્યુ છે અને તા. ૨ ના રોજ ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે મીટિંગ બોલાવેલ જેમાં પણ સમાજના નામે અન્યાય થયો છે, ક્યાંક રજુઆત વાત કર્યા વિના જ કેસ પાછા ખેંચો, કોળી ઠાકોર સમાજને ન્યાયનું રટણ ચાલુ રાખી મૃતક ધનસ્યામ રાજપરાની વાત ભુલી ગયા હતા. 

સમાજને અન્યાયના નામે વિંછીયા ખાતે મહાસંમેલન બોલાવવું, સ્થાનિક કોળી સમાજના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા મદદ નથી કરતા તેવી વાતો કરી સમાજને ભરમાવવા, છેતરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે ત્યારે કોળી સમાજના કોઇ આગેવાનોને વિશ્વાસમાં લીધા વિના જ મહાસંમેલનની જાહેરાત કરી છે. જેથી કરીને વાંકાનેરમાં તાલુકા પંચાયત પાસે આવેલ હૉલ ખાતે વાંકાનેર કોળી  સમાજના આગેવાનોની મિટિંગ મળી હતી જેમાં વિછિયામાં જે મહાસંમેલન મળવાનું છે તેનાથી કોળી/ ઠાકોર સમાજના આગેવાનો તેમજ હિતેચ્છુઓને અળગા રહેવા માટેનું આહ્વાન કર્યું હતું અને વાંકાનેર સમસ્ત કોળી સમાજ દ્વારા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને ખુલ્લુ સમર્થન આપવામાં આવ્યું છે.






Latest News