મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીમાં જલારામ ધામનો અષ્ટદશમ્ પાટોત્સવ સપ્તવિધ કાર્યક્રમો ભક્તિભાવપૂર્વક ધામધૂમથી ઉજવાશે


SHARE







મોરબીમાં જલારામ ધામનો અષ્ટદશમ્ પાટોત્સવ સપ્તવિધ કાર્યક્રમો ભક્તિભાવપૂર્વક ધામધૂમથી ઉજવાશે

માતુશ્રી શાંતાબેન એ. દોશી-ડો.કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા (એ.સી.) હોલ નુ લોકાર્પણ, સ્વ.રસિકલાલ અનડકટ સેવાભવન નું લોકાર્પણ, પ્રભાતધૂન, મહા ગાયત્રિ યજ્ઞ, સન્માન સમારોહ, મહાઆરતી, મહાપ્રસાદ સહીતનાં કાર્યક્રમો યોજાશે

વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા શહેરના શ્રી જલારામ ધામ ખાતે આગામી  તા.૨-૩-૨૫ રવિવાર ફાગણ સુદ ૩ ના રોજ સપ્તવિધ કાર્યક્રમો સહ ભક્તિભાવપૂર્વક ધામધૂમથી ઉજવાશે.જે અંતર્ગત સવારે ૬ઃ૩૦ કલાકે પ્રભાતધૂન, સવારે ૯ કલાકે મહા ગાયત્રિ યજ્ઞ, સાંજે ૪ કલાકે એ.સી., જનરેટર, લીફ્ટની સુવિધાઓથી સુસજ્જ માતુશ્રી શાંતાબેન એ. દોશી-ડો.કુસુમબેન એ.દોશી અન્નપૂર્ણા હોલનું લોકાર્પણ, સાંજે ૪ઃ૩૦ કલાકે શ્રી જલારામ ધામના કાર્યકર્તાઓ તથા સહયોગીઓનો સન્માન સમારોહ, સાંજે ૬ઃ૩૦ કલાકે સ્વ.રસિકલાલ અનડકટ (સ્થા.પ્રમુખ અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના) સેવા ભવનનું લોકાર્પણ, સાંજે ૭ કલાકે મહાઆરતી, સાંજે ૭ઃ૩૦ કલાકે મહાપ્રસાદ સહીતનાં કાર્યક્રમો યોજાશે.          

માતુશ્રી શાંતાબેન એ.દોશી-ડો.કુસમબેન એ.દોશી અન્નપૂર્ણા ભવનનું લોકાર્પણ કીરણભાઈ એ.દોશી, હિરેન્દ્રભાઈ એ.દોશી તથા દોશી પરિવારના હસ્તે યોજાશે તેમજ સ્વ.રસિકલાલ અનડકટ સેવા ભવનનું લોકાર્પણ સંતો-મહંતો તથા અનડકટ પરિવારના હસ્તે યોજાશે.શ્રી જલારામ ધામ-મોરબી દ્વારા વિવિધ પ્રકાર ની માનવસેવા જેવી કે બિનવારસી મૃતદેહ ના અંતિમ સંસ્કાર, શબવાહિની સેવા, વૈકુંઠ રથ સેવા, એમ્બ્યુલન્સ સેવા, દરરોજ બપોરે તથા સાંજે પ્રસાદ ની વ્યવસ્થા, દર ગુરુવારે મહાપ્રસાદ, પદયાત્રીઓની સેવા, ડો.કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા રથ, કુદરતી તેમજ માનવસર્જીત આફત સમયે સેવા, મેડિકલ સાધનો ની સેવા, દર માસે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ સહીતની સેવાઓ સર્વજ્ઞાતિય પ્રદાન કરવા માં આવે છે ત્યારે શ્રી જલારામ ધામ-મોરબી ખાતે ૪૦૦૦ સ્કેવર ફુટ માં એ.સી., લીફ્ટ, જનરેટર ની સુવિધાઓ થી સુસજ્જ માતુશ્રી શાંતાબેન એ. દોશી-ડો.કુસુમબેન એ.દોશી અન્નપૂર્ણા ભુવનનુ લોકાર્પણ અષ્ટદશમ્ પાટોત્સવના દીવસે યોજવામાં આવશે.






Latest News